West Bengal Mamata Banerjee FIR: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના સ્થાપના દિવસના કાર્યક્રમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કાર્યક્રમ દરમિયાન કથિત રીતે કોર્ટના નિર્દેશોનું પાલન ન થયું હોવાના આરોપસર પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કાર્યક્રમ સાથે જોડાયેલા આયોજકો સામે હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.
કાર્યક્રમમાં શું થયું હોવાનો આરોપ?
પોલીસ ફરિયાદ(Police complaint) પ્રમાણે 28 ઓગસ્ટે તૃણમૂલ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે મોટો કાર્યક્રમ યોજાયો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કાર્યક્રમમાં આવેલા કેટલાક સમર્થકોએ પોલીસના(Mamata Banerjee) બેરિકેડ હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી. આ ઉપરાંત કેથેડ્રલ રોડ પર ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હોવાનો પણ આરોપ છે. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કલકત્તા હાઈકોર્ટે(High Court) કાર્યક્રમ માટે નક્કી કરેલી સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Mamata Banerjee એ કાર્યકરોને શું કહ્યું?
કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ(Mamata Banerjee) પોતાના પક્ષના યુવા અને વિદ્યાર્થી કાર્યકરોને રાજકીય દબાણથી ન ડરવાની અપીલ કરી હતી. તેમણે કાર્યકરોને મજબૂત અને નિર્ભય રહેવા જણાવ્યું હતું. મમતાએ દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ ફરી સત્તામાં પરત ફરશે અને રાજ્યમાં નવી રાજકીય દિશા ઊભી કરશે. તેમણે યુવાનો અને મહિલાઓને પાર્ટીની લડાઈ આગળ વધારવા માટે પણ અપીલ કરી હતી. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તમામ કોલેજો(Colleges) અને યુનિવર્સિટીઓમાં ટૂંક સમયમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો કે આ ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને મોટી સફળતા મળશે.
ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણ
રાજ્યમાં લાંબા સમયથી વિદ્યાર્થી સંઘની(Student Union) ચૂંટણીઓ યોજવાની માંગ ઉઠતી રહી છે. તાજેતરમાં વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી અથડામણ બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વિપક્ષે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ક્યારે યોજાશે. હવે મમતા બેનર્જી(Mamata Banerjee) સામે નોંધાયેલા કેસ અને વિદ્યાર્થી રાજકારણ બંનેને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કાફલા પર ભીડનો હુમલો; ગાડી પર પથ્થર અને ચપ્પલ ફેંક્યા
આ પણ વાંચો: ધારાસભ્યો પછી મમતા બેનર્જીના 20 લોકસભા સાંસદોનો બળવો, ભાજપ-NDAને આપશે સમર્થન
આ પણ વાંચો:મમતા બેનર્જીના કિલ્લામાં ભંગાણ, વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીએ ભત્રીજા અભિષેક સામે પોકાર્યો બળવો
