માછીમાર સમાજને છ માસમાં બીજી કારમી થપાટ લાગી છે. ચોધારા આંસુના રૂદન સાથે પરીવારજનો પોતાના ગુમાવેલા સ્વજનોની રાહમાં દિવસ વિતાવી રહ્યા છે. ઊનાના નવાબંદર ખાતે બુધવારે રાત્રે બારથી અઢી વાગ્યા દરમ્યાન દરીયામાં હાઇટાઇડનું તાંડવ સર્જાતા ૭ મીટર મહાકાય મોજા ઉછળતા જેટી ખાતે લાંગરેલી ૫૦ થી વધુ બોટો અને ૧૫ જેટલા ખલાસીઓ તણાઇ જતા મોટી તારાજી સર્જાઈ છે. જેને પગલે તંત્ર હરકતમાં આવી ગયુ છે. આ લખાય રહ્યુ છે ત્યારે સવારથી સાંજ સુધી બોટો સાથે તણાઇ ગયેલા ખલાસીઓનો પતો લાગ્યો નથી. જામનગર અને પોરબંદર તેમજ પીપાવાવ પોર્ટ ખાતેથી નેવી તેમજ હેલીકોપ્ટર, પ્લેનની મદદ માંગવામાં આવી હતી. અને સતત ૧૦ કલાકની રેશક્યુ કર્યા પછી પણ લાપતા બનેલા માછીમારોને શોધવા સફળતા મળી નથી.
ઉનાના નવાબંદર ખાતે મધરાત્રે દરીયો તોફાની બનતા મોટી તારાજી સર્જાઇ છે. ભારે પવન સાથે દરીયામાં ઉછળતા મોજાએ બંદર ખાતે લાંગરેલી ૫૦ થી વધુ બોટ તણાઇ હતી. આ ધટનામાં દરીયામાં કાદવના કારણે ૧૦ બોટ સંપૂર્ણ નાશ પામી છે. ૪ કરોડની ફીશીંગ બોટો તુટીને ભાંગી હતી. આ ઉપરાંત ૪૨ જેટલી બોટોમાં આશિંક રૂ. ૨ થી ૫ લાખનું બોટ દીઠ નુકસાન થયું છે. તેમજ ૧૦ જેટલા માછીમાર લાપતા બન્યા છે. જેના કારણે બંદરો પર અફરાતફરી મચી ગઈ છે. આટલી મોટી ઘટના બની તેમાં તંત્રએ જે ગતિએ પગલા લેવા જોઇએ તેવી કાર્યવાહી થઇ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

નવાબંદર જેટી હોવા છતાં સિંગ્નલ કાર્યરત ન હોવાથી માછીમારોને તોફાનની માહીતી મળી નહી...
ઊનાના નવાબંદરે જર્જરીત જેટી અને ખુબજ મોટી સંખ્યામાં બોટો અંતર્ગત કામગીરી થતી હોવા છતાં માછીમારોને સમયસર દરીયાઇ તોફાન સંલન્ગ માહીતી ઉપલબ્ધ બને તેવી કોઇ વ્યવસ્થા નથી. માછીમાર આગેવાનોએ ફિસરીઝ ડિપાર્ટમેન્ટના તંત્ર દ્રારા માત્ર માવઠાની આગાહી અને ગંભીર આક્ષેપ કરી જણાવેલ કે આટલુ મોટુ તોફાન પવન સાથે ફુકાવાનું હોય અને દરીયામાં ન જવા તેવી જાહેરાત કરવામાં આવી ન હતી. તેમ છતાં તોફાન કે વાવાઝોડાની ગંભીરતાને લઈ માછીમારોએ પોતાની બોટ સલામત કાંઠા પર રાખી હતી.
રાત્રીના સાડા બારથી અઢી વાગ્યા સુધી તોફાની પવન ફુકાયો અને બોટો તણાઇ…
નજરે નિહાળનાર માછીમારોના જણાવ્યા મુજબ રાત્રીના બારથી અઢી વાગ્યા સુધી ૩ કલાક તોફાની પવન ફુકાતા દરીયો ગાંડોતુર બની ગયો હતો. દરના કાંઠે જેટી પર લાંગરેલી બોટો દોરડા તોડી દરીયામાં દૂર સુધી તણાઇ ગઈ હતી. દરીયાના ભાઠોળામાં બોટો તુટી ડુબી ગઇ હતી. અને તેની સાથે રહેલા ખલાસીઓ પણ દરીયામાં ઉછળતા મોજા અને પાણી વચ્ચે ભમરીમાં ગોળ ફરતા રહ્યા.

અંધારામાં ખલાસીઓ પોતાના જીવને બચાવવા જે બોટમાંથી થર્મોકલ સીટ લઇ પાણીમાં કુદી પડ્યા હતા. પરંતુ દરીયો હાઇટાઇડનું તાંડવ હોવાથી ૧૫ ખલાસીઓ ડુબી ગયા હતા. તે પૈકી ચાર ખલાસી દરીયાના ભાખોડા પાસે આવેલ રામજી મંદિર વિસ્તારમાં સલામત રીતે બહાર કાઢી બચાવી લેવમાં આવ્યા હતા. અને ૧૦ જેટલા ખલાસીઓ ૧૫ કલાકના લાંબા સમય પછી પણ મળી આવ્યા નથી.
૪ ખલાસીઓનો બચાવ કરાયો..
નવાબંદર દરીયાઇ કિનારે ૪ માછીમારો જીંદગી અને મોત વચ્ચે ઝઝુમતા હતા. તેમાં ગોવિંદભાઇ સામતભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.રોહીસા, ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા ઉ.વ.૨૫ રહે. નવાબંદર, અરજણભાઇ માધાભાઇ ગુજરીયા ઉ.વ.૨૬ રહે. માણેકપુર, રમેશભાઇ બચુભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.માણેકપુર વાળાને સલામત રીતે બચાવી લેવાયા હતા. અને તેમને પગ અને શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા. તેમના જણાવ્યા મુજબ અચાનક ભારે તોફાન સાથે ૭ ફુટના મોજા ઉછળવા લાગતા પોતે ભાન ભુલી ગયા હતા. અને અંધારામાં મધદરીયામાં જીવ બચાવવા કુદકા માર્યા હતા.
આફતનું માવઠું / ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ
જામનગર / ગુજરાતના આ જીલ્લામાં મળી આવ્યો ઓમિક્રોન શંકાસ્પદ કેસ
