New Delhi News/ તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રિમનો મોટા ચુકાદો; SIT કરશે તપાસ, કેન્દ્રની માગ ફગાવી

આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે તેમને કેસની તપાસ કરી રહેલી SITના સભ્યો પર પૂરો વિશ્વાસ છે.

Top Stories India Breaking News

New Delhi News: આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) તિરુપતિ લાડુ વિવાદ (Tirupati Laddu Dispute) કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રની માગને ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે સ્વતંત્ર SIT તપાસનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે સ્વતંત્ર એસઆઈટીનું (SIT)સૂચન કરીએ છીએ. જેમાં 2 સીબીઆઈ (CBI) અધિકારીઓ, 2 રાજ્ય સરકારના અધિકારીઓ અને એફએસએસએઆઈના (FSSAI) એક અધિકારીઓ તપાસ કરશે.

આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે તેમને કેસની તપાસ કરી રહેલી SITના સભ્યો પર પૂરો વિશ્વાસ છે. સોલિસિટર જનરલે કહ્યું કે તેમની સલાહ છે કે SIT તપાસ પર કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી દ્વારા દેખરેખ રાખવી જોઈએ. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળનો આરોપ સાચો હોય તો તે ગંભીર બાબત છે.

Tirupati laddu row: Key Supreme Court hearing on independent investigation plea today | Latest News India - Hindustan Times

કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની SIT તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર SITની રચના કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITમાં 2 CBI ઓફિસર, 2 આંધ્રપ્રદેશ પોલીસ ઓફિસર અને FSSAIનો એક અધિકારી હશે. સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા તપાસ પર નજર રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. આ દુનિયાભરના કરોડો લોકોની ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે. સદનસીબે કે કમનસીબે, બંને પક્ષો સામેલ છે.

કોર્ટે 30 સપ્ટેમ્બરે આકરી ટિપ્પણી કરી હતી

SPECIAL LADDU COUNTERS INSIDE SRIVARI TEMPLE – EO MG GOPAL – TTD News

આ પહેલા 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆઈ ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે જ્યારે સીએમ નાયડુએ પ્રસાદમાં ચરબીની તપાસ એસઆઈટીને સોંપી દીધી હતી તો તેમને મીડિયામાં જવાની શું જરૂર હતી. ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખવું જોઈએ.

આ પહેલા 1 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ પોલીસે SITની તપાસ અટકાવી દીધી હતી. રાજ્યના ડીજીપી દ્વારકા પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તપાસ અટકાવી દેવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તિરૂપતિ મંદિરમાં લાડુમાં વપરાયેલ એનિમલ ફેટવાળુ ઘી અમુલનું હોવાનું જણાવી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોચડવા બદલ ગુનો દાખલ

આ પણ વાંચો:તિરુપતિના પ્રસાદમાં હજુ પણ શ્રદ્ધા કાયમ, માત્ર 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

આ પણ વાંચો:તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીના ખુલાસા બાદ લોકોમાં આક્રોશ, CBI તપાસની માંગ