Ahmedabad News : તિરૂપતૂ બાલાજી મંદિરમાં લાડુ બનાવવામાં ઉપયોગમાંલેવાતું એનિમલ ફેટ વાળું ઘી અમુલનું હોવાની ટ્વીટર એક્સના માદ્યમથી અલગ અલગ યુઝર દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી..જેને કારણે જીસીએમેમએફ લિમીટેડ અમુલ સહકારી સંસ્થાને હાનિ પહોંચાડવા બદલ અલગ અલગ સાત યુઝર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં ટ્વીટર એક્સ આઈડી સ્પીરીટ ઓફ કોંગ્રેસ, બંજારા ઓગણીસો એકાણું પ્રોફાલ લીંક, ચંદન એઆઈપીસી પ્રોફાઈલ લીંક, સેક્યુલર બેંગાલી પ્રોફાઈલ લીંક, રાહુલ અંડરસ્કોર સત્તરસો પ્રોફાલ લીંક, પ્રોફાપીએમ પ્રોફાઈલ લીંક અને પદ્મજા પ્રોફાલ લીંકનો સમાવેશ થાય છે. આ અંગે જીસીએમએમએફ લિમીટેડ અમુલ કંપનીમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં સેટેલાઈટમાં રહેતા હેમંત આર.ગાવનીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
આ પણ વાંચો: સુરતના માંડવી પાસે અકસ્માતમાં એકનું મોત
