Ahmedabad News/ ગુજરાતભરની RTOમાં સારથી પોર્ટલ 5 દિવસથી ઠપ: કંડક્ટર ભરતીના ઉમેદવારો મુશ્કેલીમાં, સોમવાર સુધી સેવા પ્રભાવિત

Sarathi Portal Down: ગુજરાતની RTO કચેરીઓમાં સારથી પોર્ટલ છેલ્લા પાંચ દિવસથી ટેકનિકલ ખામીના કારણે પ્રભાવિત. લાયસન્સ, કંડક્ટર બેજ અને અન્ય સેવાઓ માટે આવતા અરજદારોને ભારે હાલાકી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Sarathi Portal Down:સર્વર ડાઉન છેના જવાબથી અરજદારો કંટાળ્યા

Ahmedabad News: ગુજરાતભરની RTO કચેરીઓમાં છેલ્લા પાંચ દિવસથી સારથી પોર્ટલ (Sarathi Portal Down)માં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે હજારો અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદના સુભાષબ્રિજ RTO સહિત અનેક કચેરીઓમાં લાયસન્સ, રિન્યુઅલ, કંડક્ટર બેજ અને અન્ય સેવાઓ માટે આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, છતાં કામગીરી પૂર્ણ થઈ રહી નથી.

ખાસ કરીને GSRTC દ્વારા કંડક્ટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો જરૂરી લાયસન્સ અને બેજ મેળવવા RTO કચેરીઓનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ પોર્ટલ (Sarathi Portal Down)ની સતત ખામીને કારણે ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે.

Sarathi Portal Down: પાંચ દિવસથી સેવાઓ ખોરવાઈ

સારથી પોર્ટલ (Sarathi Portal Down)માં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાના કારણે રાજ્યભરની RTO કચેરીઓમાં કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે. અરજદારો વહેલી સવારથી કચેરીઓ બહાર લાંબી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ અંતે તેમને “સર્વર ડાઉન છે” અથવા “પોર્ટલ કામ કરતું નથી” જેવા જવાબો સાથે પરત ફરવું પડે છે.

લર્નિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુઅલ, કંડક્ટર બેજ અને અન્ય સેવાઓ માટે આવતા નાગરિકો છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે. ડિજિટલ સેવાઓના દાવાઓ વચ્ચે સામાન્ય ટેકનિકલ સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કંડક્ટર ભરતીના ઉમેદવારો પર સૌથી વધુ અસર

GSRTCની કંડક્ટર ભરતીને કારણે હજારો ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અને કંડક્ટર લાયસન્સ મેળવવા માટે RTO કચેરીઓમાં પહોંચી રહ્યા છે. પરંતુ પોર્ટલ (Sarathi Portal Down)માં સમસ્યા હોવાને કારણે તેમની પ્રક્રિયા અટવાઈ ગઈ છે.ઘણા ઉમેદવારો દૂરના જિલ્લાઓ અને ગામડાઓમાંથી ખર્ચ કરીને આવી રહ્યા છે, છતાં તેમને કોઈ સ્પષ્ટ જવાબ મળી રહ્યો નથી. ભરતી પ્રક્રિયામાં સમયમર્યાદા મહત્વની હોવાથી ઉમેદવારોમાં ચિંતા વધી રહી છે કે જો સમયસર દસ્તાવેજો નહીં મળે તો તેમની અરજી પર અસર પડી શકે છે.

સોમવાર સુધી કચેરીએ ન આવવા અપીલ

RTO તંત્ર દ્વારા અરજદારોને સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જોકે લોકોનો પ્રશ્ન છે કે પાંચ દિવસથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે માત્ર રાહ જોવાની સલાહ આપવામાં આવી રહી છે.ટેકનિકલ ખામીના કારણે હજારો અરજદારોનો સમય, નાણાં અને મહેનત બગડી રહી છે. હવે લોકો આશા રાખી રહ્યા છે કે તંત્ર ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવી સેવાઓ ફરી શરૂ કરશે.

અરજદારોમાં વધતી નિરાશા

નરોડાથી આવેલા એક ઉમેદવારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી RTOના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ દરેક વખતે સર્વર ડાઉન હોવાનું કહી પરત મોકલવામાં આવે છે. ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક હોવાથી ઉમેદવારોમાં અનિશ્ચિતતા અને ચિંતા બંને વધી રહી છે.હાલ તમામની નજર એ વાત પર છે કે સારથી પોર્ટલની ટેકનિકલ સમસ્યા ક્યારે દૂર થશે અને અરજદારોને ક્યારે રાહત મળશે.


આ પણ વાંચો:ડિજિટાઇઝેશનના દાવાથી વિપરીત હકીકતઃ 2023નો ડેટા દર્શાવતી RTO વેબસાઇટ

આ પણ વાંચો:અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ RTO ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મચી દોડધામ

આ પણ વાંચો:RTO ચલણની ફેક લિંકે વેપારીને કંગાળ બનાવ્યો, એકાઉન્ટમાંથી રૂ. 4.48 લાખ ગાયબ