જામનગર/ શંકાસ્પદ ઓમિક્રોન કેસનો મામલો, દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 87 કોન્ટેક્ટ ટ્રેસ

જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Trending
ઓમિક્રોન શંકાસ્પદ

દેશમાં ઓમિક્રોન વાઈરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ તમામ રાજ્યોએ સઘન તપસ હાથ ધરી છે. બહારથી આવતા મુસાફરોનું સઘન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિ મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પીટલમાંથી આ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિના નમૂના વધુ તપાસ માટે પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ વ્યક્તિને આઇશોલેશનમા રાખવામા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં જામનગરમાં કુલ  34 કોરોના દર્દીઓ નોધાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કર્ણાટક ખાતે નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ઓમિક્રોનના પગલે ગુજરાતમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. અને રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન કેસ નો મામલોમાં દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા ૪ મુસાફરોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવાયો છે. જો કે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય ૮૭ કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના રહેવાસી છે. ૭૨ વર્ષીય દર્દીના સેમ્પલ ગુજરાત બાયોટેક ખાતે પણ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે.

ગુજરાત / મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત વધારી, જાણો કઈ તારીખ હશે અંતિમ ?

કરમની કઠણાઈ / હમેશાં સૌને હસાવતા ટૂંકા કદના જોકર પરિવારની કરૂણ કથની, રોજગારી બની અભિશાપ

ગુજરાત / કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત

Curfew / સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી