રાજ્યમાં વહેલી સવારથી મેધરાજાની એન્ટ્રી થતા અનેક જીલ્લામાં ઠંડક પસરી જવા પામી છે. રાજ્યના ઉના, પાટણ, રાધનપુર, ગીર સોમનાથ, અમરેલીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાં જોરદાર વરસી રહ્યો છે તો ક્યાં ધીમીધારે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે ઉનામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનથી જ્યાં ગૃહિણીઓને અસહ્ય બફારામાંથી રાહત મળી ત્યાં વહેલી સવારના વરસાદે કામ ધંધે જતા લોકો માટે મુશ્કેલી સર્જી હતી.
વાત કરવામાં આવે પાટણની તો ત્યાં સિધ્ધપુર શહેર અને તાલુકામાં પણ સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જણાયા રહ્યા છે. તો બીજી બાજુ પાટણના સમી હારીજમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. હારીજની બજારોમાં સમગ્ર પંથકમાં પાણી–પાણી કરી દીધું છે.ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલકી પડી તો બીજી તરફ પાણી ભરાઇ જતા બાળકોએ વરસાદની મજામાણી હતી.
રાધનુપરમાં જોવા મળી મેઘ મહેર. વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બે દિવસ અસહ્ય ગરમી પછી આજે વરસાદી વાતાવરણ થતા લોકોને ગરમીથી રાહત મળી. વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ડૂલ થતા લોકોને મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ ખેડૂતો વરસાદ થતા ખુશખુશાલ થયા. બાળકોએ પણ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.
ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે. વેરાવળ સહિત સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. તો અનેક વિસ્તારોમાં ધીમીધારે મેઘરાજાની પધરામણી થઇ ગઈ છે. વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા ધરતીપુત્રોને હાશકારો થયો છે.
અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો કડકા ભડાકા સાથે વરસી પડ્યા છે. રાજુલાના હિ઼ડોરાણા, લોઠપુર અને સતડીયામાં તો જાફરાબાદના કાગવદર, લુણસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઇ છે. સાવરકુંડલા અને ગ્રામ્યવિસ્તારોમા વરસાદી માહોલ જામ્યો છે. ભમોદ્રા, શેલણા, ઘોબા,પીપરડી સહિત ગામોમાં વરસાદ પડ્યો છે.
રાજુલા અને જાફરામાં પણ વરસ્યો વરસાદ પડ્યો છે. વાવણી બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાગે છે આ વખતે અમરેલી જિલ્લા પર મેઘરાજા વિશેષ મહેરબાન છે.
પહેલા તબક્કાથી અમરેલીમાં અનરાધારા વરસાદ વરસી રહ્યો છે. નદી નાળા છલકાઇ ગયા છે. આજે ફરી અમરેલી પંથકમાં મેઘરાજાની મહેર થઇ છે. જિલ્લાના લગભગ શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
