Ganesh Festival/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ગણપતિના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર  જતીનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Top Stories Gujarat

ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મતક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક – ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા – ગુરુકુળ રોડ, સરદાર ચોક – વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર  જતીનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.