Ahmedabad News: અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરને (Kalupur Swaminarayan Mandir) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. પત્ની અને પરિવારજનોએ 100 કરોડ રૂપિયા માંગ્યાની વજેન્દ્રપ્રસાદે ફરિયાદ નોંધાવી છે. કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદિપતિ કૌશલેન્દ્ર મહારાજ છે. વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની અવંતિકા શુક્લા અને તેના કુટુંબ સામે ફરિયાદ નોંધાવી છે. કુલ છ જણા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વજેન્દ્રપ્રસાદે નોંધાવેલી ફરિયાદમાં અવંતિકા શુક્લ, અજયશંકર શુક્લ, વૈશાલી શુક્લ, ગોકુલભાઈ શુક્લ, શશીકાંત તિવારી અને ગોપાલ પાંડે સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. આ દર્શાવે છે કે મામલો કેટલો ગંભીર છે. વજેન્દ્ર પ્રસાદના લગ્નને અમુક સમય થયો હતો અને તેઓ હનીમૂન પર પણ ગયા હતા, જો કે બંને વચ્ચે તે સમયથી વિખવાદ ચાલતો હતો. પ્રારંભમાં તો કૌટુંબિક ધોરણે સમાધાનના પ્રયત્નો થયા હતા, પરંતુ તેમા સફળતા મળી હતી. તેના પછી મધ્યસ્થીઓ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ છતાં આ વાતનો કોઈ નીવેડો ન આવતા છેવટે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. આગામી દિવસોમાં આ કેસમાં અનેક નવા વિવાદોના વમળ સર્જાય અને જૂના વિવાદો ઉખળશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: Gujarat/અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના
આ પણ વાંચો: ફરીથી વિવાદમાં આવ્યું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સાધુ માધવપ્રિયદાસ પરણિતાને લઇ ફરાર
