Gujarat News/ PM મોદીનો જન્મદિવસ: બાળપણના મિત્રનો ભાવુક પત્ર, કૃષ્ણ-સુદામાની મૈત્રી યાદ કરી

PM મોદી જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે લખાયેલા આ પત્રમાં શામળદાસે વર્ષો જૂની મિત્રતાની યાદોને વાગોળી હતી

Gujarat Others
PM Modi Birthday Childhood Friend Writes Emotional letter

Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે વડનગરથી તેમના બાળપણના મિત્ર (Childhood Friend)શામળદાસ મોદીએ લાગણીસભર પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે. PM મોદી જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે લખાયેલા આ પત્રમાં શામળદાસે વર્ષો જૂની મિત્રતાની યાદોને વાગોળી હતી. તેમણે પોતાની અને નરેન્દ્ર મોદીની મિત્રતાને કૃષ્ણ અને સુદામાની મૈત્રી સાથે સરખાવીને મિત્ર માટે ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરી છે.

PM Modi Birthday : બાળપણના મિત્રએ યાદ કર્યા જૂના સંસ્મરણો

શામળદાસ મોદીએ પત્રમાં વડનગરમાં નરેન્દ્ર મોદી સાથે વિતાવેલા બાળપણના દિવસોને યાદ કર્યા છે. તેમણે જણાવ્યું કે બાળપણથી જ નરેન્દ્રભાઈનો સ્વભાવ દૃઢ અને સંકલ્પબદ્ધ હતો. સામાન્ય પરિવારમાંથી આગળ વધીને દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં બાળપણથી રહેલી મહેનત, નિર્ધાર અને સેવાભાવની ભૂમિકા રહી હોવાનું તેમણે લખ્યું છે.

આજે શામળદાસ મોદી (Shamaldas Modi) માટે બાળપણનો મિત્ર દેશના વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યો હોવાની વાત ગૌરવની લાગણી સમાન છે.

કૃષ્ણ-સુદામાની મૈત્રીનો ભાવ

પત્રમાં શામળદાસે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ઉલ્લેખ કર્યો છે. બાળપણમાં સાથે વિતાવેલી પળો અને સમયની સાથે બદલાયેલા જીવનપ્રવાહ વચ્ચે પણ મિત્રતા પ્રત્યેની લાગણી અકબંધ હોવાનું તેમણે વ્યક્ત કર્યું છે.

તેમણે વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરી છે કે નરેન્દ્ર મોદીને સદાય સારું સ્વાસ્થ્ય મળે અને દેશસેવાના કાર્ય માટે સતત શક્તિ પ્રાપ્ત થાય.

વડનગરના વિકાસ બદલ મિત્રએ માન્યો આભાર

વડનગર (Vadnagar) સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના સંબંધોને પણ પત્રમાં ખાસ સ્થાન મળ્યું છે. શામળદાસે વડનગરના વિકાસ અને તેને પ્રવાસન તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ મળેલી નવી ઓળખનો ઉલ્લેખ કરીને આનંદ વ્યક્ત કર્યો છે.

જે શહેરની ગલીઓમાં બંને મિત્રોનું બાળપણ પસાર થયું હતું, એ જ વડનગર આજે દેશના મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યું છે. આ બદલ તેમણે વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

હવે મિત્રના પ્રત્યુત્તરની રાહ

પોતાની લાગણીઓ પત્રના માધ્યમથી વ્યક્ત કર્યા બાદ હવે શામળદાસ પોતાના બાળપણના મિત્ર અને વડાપ્રધાનના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છે. વર્ષો બાદ પણ મિત્રતા અને જૂની યાદોને આ રીતે જાળવી રાખવાનો આ પ્રસંગ વડનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શામળદાસે પત્રના અંતમાં મિત્ર નરેન્દ્ર મોદીના લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી છે. બાળપણથી જોડાયેલા સંબંધોને યાદ કરતો આ પત્ર જન્મદિવસની શુભેચ્છા સાથે મિત્રતાની જૂની યાદોને પણ ફરી જીવંત કરે છે.


આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે!જાણો વિગત

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,આટલા લોકોએ કર્યું રક્તદાન,જાણો

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં 100 કરતા વધારે લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ