Banaskantha News : બનાસકાંઠામાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વાતંત્ર પર્વની ખેતરમાં ઉજવણી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ સંદર્ભે કાંકરેજના ચેખલા ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
આ પ્રોજેક્ટમાં ખેડૂતોને ₹20 નું જ વળતર મળે છે. આમ વળતરને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલા ખેડૂતોએ જીવ આપીશું પરંતુ જમીન નહીં આપીએ કહીને વિરોધ નોંધાવ્યો હતો. આમ મહિલા ખેડૂતોની વ્યથા સામે આવી છે.
આ પણ વાંચો:ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું
આ પણ વાંચો:જુનાગઢ અને ગીર સોમનાથમાં ફરી ધરા ધ્રુજી,તાલાલા નજીક નોંધાયુ કેન્દ્ર બિંદુ
