Ahmedabad News/ કાલુપુર સ્વામિનારાયણ મંદિર: ત્રણ વર્ષ અગાઉ પાંચ સંતોએ ગાદીપતિના ત્રાસથી મંદિર છોડ્યું હતું

અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુરના મંદિર અને વિવાદને જાણે વર્ષો જૂનો સંબંધ છે. થોડો સમય થાયને તેને લગતો કોઈને કોઈ વિવાદ આવી જ જાય છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુરના મંદિર અને વિવાદને જાણે વર્ષો જૂનો સંબંધ છે. થોડો સમય થાયને તેને લગતો કોઈને કોઈ વિવાદ આવી જ જાય છે. હાલમાં ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદે પત્નીની સામે કેસ કર્યાનો વિવાદ જાગ્યો છે. આના પગલે અગાઉના વર્ષોમાં પણ આ મંદિરને લગતા વિવાદો થયા હતા તે પણ બહાર આવે તેમ છે. આમ કબાટમાંથી અનેક હાડપિંજર બહાર આવશે તો આશ્ચર્ય નહીં થાય.

વર્તમાન વિવાદ પૂર્વે 2022માં અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પાંચ સંતોએ મંદિરનો ત્યાગ કરતાં મંદિર સમાચારોમાં ચમક્યું હતું. કાલુપુર સ્વામિનારાયણ મંદિર છોડનારા પાંચેય સંતોએ જણાવ્યું હતું કે તેમના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો હતો કે તેમણે આ મંદિર છોડવું પડ્યું છે. કોઈ મંદિર છોડે ખરું, હવે વિચારો કે સંતો પર ત્યાંના ગાદિપતિઓ અને તેમની ટોળકીનો એવો તે કેવો ત્રાસ હશે કે તેમણે મંદિર છોડવું પડ્યું.

આ મંદિર છોડનારા સંતોએ આક્ષેપ કર્યો હતો કે તેઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળના નારણપુરા મંદિરમાં ગાદિપતિ આચાર્ય કૌશલેન્દ્રે મહારાજ અને લાલજી વજેન્દ્ર પ્રસાદને ત્રાસથી આ સંસ્થા છોડી છે. જો કે આ પાંચ સંતોએ જ કંઈ કાલુપુર સ્વામિનારાયણ મંદિર છોડ્યું હોય તેવું નથી. ગાદીપતિના ત્રાસથી અગાઉ પણ બે સંતોએ મંદિર છોડ્યું હતું. આ રીતે સાધુસંતોએ સ્વામિનારાયણ મંદિર છોડતા હરિભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

તેમણે જણાવ્યું હતું કે આવું ન થવું જોઈએ. ગાદીપતિએ તો તેમના હાથ નીચેના માણસોને તેના સંતાનોની જેમ સાચવવાના હોય, તેના બદલે તેમને હેરાન કરતાં હોય તેવું વર્તન સેવાના નામે કરે તે ક્યાંનો ન્યાય છે. આ ઘટના દર્શાવે છે કે મંદિરના ગાદીપતિઓએ તેમનો વ્યવહાર સુધારવાની જરૂર છે. કદાચ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળ આવો જ કોઈ વ્યવહાર હોઈ શકે છે. સામાન્ય રીતે કોઈપણ મહિલા પોતાનું અંગત જીવન દાવ પર લગાવે નહીં, પરંતુ હાલના યુગની નારે કોઈપણ પ્રકારનો અન્યાય પણ સહન કરી ન કરી શકે. પછી તે ભલેને તે ગમે તેવા મોટા ગાદીપતિનો પુત્ર કેમ ન હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat/અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના

આ પણ વાંચો: ફરીથી વિવાદમાં આવ્યું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સાધુ માધવપ્રિયદાસ પરણિતાને લઇ ફરાર

આ પણ વાંચો: અમદાવાદ: સ્વામિનારાયણ મંદિરોમાં સુરક્ષા વધારાઇ ગુરકુલ,કાલુપુર અને સેટેલાઇટ મંદિરોની સુરક્ષા વધારાઇ સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઇ સુરક્ષામાં કરાયો વધારો સ્વામિનારાયણ