રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી એવા ગયા છે કે રાજકોટવાસીઓને રસ્તા પર ચાલવુ ભારે પડી રહ્યુ છે. કૃતિકા શેઠ નામની હરામખોર બાઈએ ધોળે દહાડે મા અને દીકરી બે જણને કચડી નાખ્યા હતા અને તેમા ફક્ત 15 વર્ષની કુમળી કિશોરી ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે દુઃખદ મૃત્યુ થયું હતું. જ્યારે તેની માતા નવ ફ્રેક્ચર સાથે ન્યાય માંગી રહી છે. તેમને દુઃખ છે કે તેમની ફુલ જેવી પુત્રી આ હરામખોર બાઈ જેવી ચાલકના કારણે વાહનના નીચે કચડાઈને મૃત્યુ પામી છે. આશ્ચર્યની વાત તો એ છે કે બે જણની સરેઆમ હત્યા કરનારી આરોપી કૃતિકા શેઠને 40 મિનિટમાં જામીન મળી ગયા. આ જોઈને તો એમ જ લાગે છે કે રાજકોટ પોલીસે રોડ માફિયાઓનો છૂટો દોર આપી દીધો છે, મનફાવે તેમ કચડો, અમે બેઠા છીએ, ઘડીકમાં અપાવી દેશું જામીન.
ઉલ્લેખનીય છે કે સાતમી નવેમ્બરના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ પર થયેલા ભયાનક અકસ્માત બાદ, પોલીસની કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાતમી નવેમ્બરના રોજ રોજ બપોરે બે વાગ્યે, રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક બેદરકારીથી ચાલતી હોન્ડા સિટી કારે એક્ટિવા પર સવાર માતા અને પુત્રીને ટક્કર મારી હતી, જેના પરિણામે આ ભયાનક અકસ્માત થયો હતો. માતાને બંને હાથ અને પાંસળીમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે તેની પુત્રી ધ્રુવ કોટેચાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને હાલમાં પથારીવશ ધ્રુવની માતા દર્શનાબેન કોટેચાએ પોતાની કષ્ટભરી વેદનાઓ આંસુઓથી વર્ણવી. તેમણે જણાવ્યું હતું કે “હું મારી દીકરીને સ્કૂલેથી લેવા ગઈ હતી. અમારે એક કાર્યક્રમમાં જવાનું હતું. બે મિનિટ પછી જ હું સ્કૂલેથી ઘરે પાછી ફરી અને પૂરપાટ ઝડપે આવતી એક કારે અમને ટક્કર મારી. મેં છેલ્લી વાર મારી દીકરીનો ચહેરો પણ જોયો નહીં. હું હોસ્પિટલમાં હતી અને તેની સાથે એક મિનિટ પણ વીતાવી ન હતી. આવી સ્થિતિમાં, આરોપીને જામીન મળે તે યોગ્ય નથી. મને ન્યાય આપો. મને ખબર નથી કે તેનું શું થયું અને કેવી રીતે! ફૂલ જેવી મારી સુંદર દીકરીને એવી રીતે કચડી નાખવામાં આવી કે તમે તેના વિશે પૂછતા પણ નથી,” તેમણે આંસુઓથી કહ્યું.
ધ્રુવ કોટેચા રાજકોટની SNK સ્કૂલમાં ધોરણ 8નો વિદ્યાર્થી હતો. ધ્રુવના પિતા દેવાંગભાઈ કોટેચાએ રાજકોટ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમના આરોપો મુજબ, પોલીસે તાત્કાલિક જામીન મેળવવા માટે હિટ-એન્ડ-રન કેસમાં જાણી જોઈને હળવા આરોપો લગાવ્યા હતા. આ ઘટના 7 નવેમ્બરના રોજ બની હતી. જોકે, પોલીસે છેક 10 નવેમ્બરના રોજ સાંજે 5:05 વાગ્યે મહિલા આરોપીની અટકાયત કરી, 5:45 વાગ્યે માત્ર 40 મિનિટમાં કોર્ટમાં રજૂ કરી, અને તેને જામીન પર મુક્ત કરી.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..
