Ahmedabad News/ અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો જીવ

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો. નરોડાના સૈજપુર બોઘા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે આધેડનું મોત થયુ. રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત થયુ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો. નરોડાના સૈજપુર બોઘા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે આધેડનું મોત થયુ. રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત થયુ છે. રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી ન કરાઈ, નિર્દોષનો જીવ ગયો છે. હવે AMCએ દેખાડા માટે બેરીકેડિંગ કરી કાર્યવાહીનો ઢોંગ કર્યો

સ્થાનિક રહીશોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા અને ભારે આક્રોશ ઠાલવ્યો. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાઈ. અગાઉ પણ એક-બે લોકો પટકાયા હતા ત્યારે પણ કોઈએ કઈ કામગીરી નથી કરી. ઉપરથી અધિકારીઓ ગટરનું કામ અમારામાં નથી આવતુ તેવો જવાબ આપતા હતા. તો સ્થાનિકોએ હવે સવાલ ઉઠાવ્યો છે કે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો તેનો જવાબદાર કોણ ?

તંત્ર શું આ રોડની કાર્યવાહી કરતાં કે ગટરની કાર્યવાહી કરતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે. કોર્પોરેશનના ઇજનેરની સામે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશનના માર્ગ વિભાગની કોઈ જવાબદારી બનતી નથી. તંત્રનો દરેક વિભાગ આ રીતે જવાબદારીમાંથી છટકી જાય અને આઉટસોર્સિગં કરનારા પર જવાબદારી ઢોળી દે તે ક્યાંનો ન્યાય, બધુ જ આઉટસોર્સિંગ કરવાનું હોય તો પછી આખા તંત્રનું જ આઉટસોર્સિંગ કરી દોને.  સરકારી વિભાગોની જરૂર જ શી છે. તંત્રના વિભાગો કોઈપણ દુર્ઘટના બને ત્યારે દોષનો ટોપલો બીજા પર ઢોળવાની અને બલિનો બકરો શોધવાની વૃત્તિમાંથી ઊંચા આવતા નથી. આના પગલે એક પછી એક દુર્ઘટના બને જાય છે. દોષિતો સામે કાર્યવાહી થશે ક્યારે, પ્રજા રસ્તા પર ઉતરશે ત્યારે થશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ફલાવર શો પર લાગી શકે છે ગ્રહણ , ફલાવર શો મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસની પીટીશન , ફલાવર શો ન યોજવા માટે કોંગ્રેસે કરી અરજી , ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની HCમાં અરજી ,

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ

આ પણ વાંચો: હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  માણવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે