Rajkot News/ ગોંડલમાં ખેડૂતને ગણેશ જાડેજાના નામે ધમકી મળી હોવાનો આરોપ

ગોંડલ ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે. ગોંડલના બિલિયાળા ગામે મગફળી ખરીદીને લઈને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. મગફળી ખરીદ કેન્દ્ર પર ગોટાળો ચાલતો હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો  છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: ગોંડલ ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે. ગોંડલના બિલિયાળા ગામે મગફળી ખરીદીને લઈને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. મગફળી ખરીદ કેન્દ્ર પર ગોટાળો ચાલતો હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો  છે.

ખેડૂતનો દાવો છે કે, 35.8 કિલોની જગ્યાએ 36.2 કિલો મગફળી લેવામાં આવતી હતી. આ મામલે વિરોધ કર્યો, તો ખેડૂતને માર મરાયો. ખેડૂતે ગણેશ જાડેજાના નામે લાલો રૂપારેલિયાએ ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

બિલિયાળામાં મગફળીની ખરીદીને લઈને વિવાદ સર્જાયો છે.  ખેડૂત સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થયા છે. માપદંડ કરતા વધુ મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો છે. ખેડૂતે વિરોધ કરતા 6 થી 7 લોકોએ માર માર્યાનો પણ આરોપ કરાયો છે. ગોંડલ પોલીસ ફરિયાદ પણ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો છે.

મુન્ની બદનામ હુઈ તેરે પ્યાર મેંની જેમ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો હાલમાં કડદા સહિત કોઈને કોઈ કાંડને લઈને વિવાદને છે ત્યાં વધુ એક નવો ફણગો ફૂટ્યો છે. તેમા પણ પાછુ ગણેશ જાડેજાનું નામ ઉછળ્યું છે. ગણેશ જાડેજા ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર છે. ખેડૂતને માર મારવાના મુદ્દે તેનું નામ ઉછળ્યું છે. તેમા પણ જ્યાં પણ ગણેશ જાડેજાનુંનામ આવે ત્યાં ગોંડલ પોલીસ ફરિયાદ પણ લેતી ન હોવાનું કહેવાય છે.

રાજ્યમાં વિવિધ સ્થળોએ ખેડૂત આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે ગોંડલમાં થયેલો વિવાદ ક્યાંક તંત્ર સામે વધુ એક મોટો ભડકો બનીને ઉભરી આવી શકે છે. આ વાતનો સત્વરે નિકાલ કરવામાં ન આવ્યો તો તંત્રની તકલીફ આગામી દિવસોમાં વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..