Morbi News: લિવ-ઇન રીલેશનશનના કરૂણ અંજામનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં બનેલા આ કિસ્સાના કારણે લિવ-ઇન સંબંધોના કારણે યુવતીએ જીવ ગુમાવવાનો દિવસ આવ્યો હતો તો તેની હત્યા કરનારા આરોપીનું પણ રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.
મોરબીના લખધીરપુર ગામની જોડે આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના વતની નરેન્દ્રસિંહ કમલ સિંહ ધ્રુવેલ સાથે 20 વર્ષની યુવતી સાથે લિવ ઇનમાં રહેતા હતા. વીસ વર્સીય યુવતી પુષ્પાદેવી ગંભીર સિંહની સાથે તે છેલ્લા કેટલાક સમયથી લિવ-ઇનમાં રહેતા હતા. તેમણે આ લિવ-ઇનમાં રહેતા હતા તે યુવતીની હત્યા કરી હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી.
પીઆઈ એસ.કે. ચારેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક સાથે રહેતા યુવકની પૂછપરછ કરી. પોલીસ આરોપી નરેન્દ્રસિંહને તાલુકા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. હત્યારા નરેન્દ્રસિંહ પોલીસની કડક પૂછપરછ આગળ ભાંગી પડ્યો હતો અને યુવતીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
નરેન્દ્ર સિંહ ધ્રુવેલને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તાત્કાલિક 108 દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં
