Not Set/ બપ્પાનાં પંડાલમાં યુવકો બિયર અને દારૂની બોટલ સાથે નાચતા રહ્યા, વીડિયો થયો વાયરલ

દેશમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ગણેશજીની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ગણપતિ બપ્પાનાં પંડાલમાં આરતી સમયે લોકોની ભારે ભીડ જોવા મળે છે. હાલમાં ભક્તો ભક્તિમાં લીન થઇ ગયા છે. તેવામાં સુરતમાં ગણપતિ બાપાનાં પંડાલમાં દારૂ પીને ધતિંગ કરતો એક વીડિયો વાઇરલ થયો છે. કેટલાક […]

Top Stories Gujarat Surat

દેશમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ગણેશજીની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ગણપતિ બપ્પાનાં પંડાલમાં આરતી સમયે લોકોની ભારે ભીડ જોવા મળે છે. હાલમાં ભક્તો ભક્તિમાં લીન થઇ ગયા છે. તેવામાં સુરતમાં ગણપતિ બાપાનાં પંડાલમાં દારૂ પીને ધતિંગ કરતો એક વીડિયો વાઇરલ થયો છે.

કેટલાક યુવાનો જાહેરમાં દારૂ અને બિયરની બોટલ હાથમાં લઇને નાચતા જોવા મળી રહ્યા છે. ધતિંગ કરતા આ યુવાનોએ કાયદાનાં લીરે લીરા ઉડવ્યા છે. રાજ્યમાં સરકાર દ્વારા દારૂબંધી છે તેવા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ આ વીડિયો જોયા બાદ સવાલ ઉભો થાય છે કે શું ખરેખર રાજ્યમાં દારૂબંધી છે? સવાલ એ પણ ઉભો થાય છે કે શું આવી રીતે બપ્પાની ભક્તિ કરી શકાય ખરી?

રાજ્યમાં દારૂબંધીનાં નામે મોટી મોટી વાતો તો કરવામાં આવે છે પરંતુ હવે આ વીડિયો સામે આવ્યા બાદ સરકારની પોલ ખુલી ગઇ છે. તેટલુ જ નહી પોલીસ પણ આ મુદ્દે કેટલી ગંભીર રહે છે તે પણ અહી સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. ગણેશજીની ભક્તિમાં લોકો લીન થઇ ગયા છે ત્યારે ગણેશ મહોત્સવમાં ગણપત બાપ્પાનાં પંડાલમાં જ દારૂની રેલમછેલ થતી જોવા મળે તો સવાલ ઉભા થાય તે સ્વાભાવિક છે.

આ વીડિયોમાં ધતિંગ કરી રહેલા લોકો કોણ છે, શું તેમને કાયદાનો કોઇ ડર નથી, કોની રહેમનજર હેઠળ જાહેરમાં આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સવાલ એ પણ ઉભો થયો છે કે કાયમની જેમ પોલીસ વીડિયો જોયા બાદ જાગશે ખરા અને આ શખ્સોની ધરપકડ કરશે ખરા? તાજેતરમાં સામે આવેલા આ વીડિયોને જોઇ કહી શકાય કે આજની પેઢી કઇ દિશા તરફ વળી રહી છે. જો તેને આજે કાબુમાં ન લેવામા આવી તો તે ભવિષ્ય માટે જરૂર ખતરનાક સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.