હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી હતી, જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું કદ ઊંચું થયું હતું. હવે ભારતીય મૂળની લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલ દ્વારા તેના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તે યુનિલિવરની ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) હતા, પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે. શનૈલે જણાવ્યું છે કે લીના નાયર જાન્યુઆરીથી એટલે કે નવા વર્ષથી ગ્રુપમાં જોડાશે.
ભારતીય મૂળની લીના નાયરનો ગ્લોબલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં ઘણા વર્ષોનો અનુભવ છે. લીના નાયરે જમશેદપુર, ઝારખંડમાં ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માં (1990-92) અભ્યાસ કર્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ જીત્યો હતો.લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના છે. તેમણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પણ કર્યો હતો
1969માં જન્મેલા નાયર 2013માં ભારતમાંથી લંડન ગયા હતા,તેમણે એંગ્લો-ડચ કંપનીના લંડન હેડક્વાર્ટરમાં નેતૃત્વ અને સંગઠન વિકાસના વૈશ્વિક વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 2016 માં, તે યુનિલિવરની પ્રથમ મહિલા અને સૌથી નાની વયની CHRO બન્યા . ભારતીય મૂળની લીના નાયરે ભારતને ગૌરવ અપાવ્યો છે.
