Vadodara News/ માંજલપુર પેટા ચૂંટણી 2026: 2.19 લાખ મતદારો માટે 260 મતદાન મથકો, પ્રથમ વખત મોબાઇલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા

વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી (Manjalpur Bypoll 2026) માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. 2.19 લાખ મતદારો માટે 260 મતદાન મથકો, પ્રથમ વખત મોબાઇલ ડિપોઝિશન સેન્ટર અને વરસાદ વચ્ચે વિશેષ તૈયારીઓ.

Top Stories Gujarat Vadodara Breaking News
Manjalpur Bypoll 2026: 100% વેબકાસ્ટિંગ, 1400થી વધુ પોલીસકર્મીઓ રહેશે તહેનાત

Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Manjalpur Bypoll 2026) માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રે મતદાન પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી (Manjalpur Bypoll 2026) જંગ હોવાથી મતદાનને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે.

2.19 લાખથી વધુ મતદારો માટે 260 મતદાન મથકો

માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ 2,19,494 નોંધાયેલા મતદારો માટે 260 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી (Manjalpur Bypoll 2026) પંચના કાર્યક્રમ મુજબ મતદાન 30 જુલાઈએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મતગણતરી 3 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરાશે.

Manjalpur Bypoll 2026: પ્રથમ વખત મોબાઇલ ડિપોઝિશન સેન્ટર

આ ચૂંટણી (Manjalpur Bypoll 2026)માં પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઇલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. મતદાન મથકમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મતદારોને સુવિધા મળે તે માટે મોબાઇલ સુરક્ષિત રીતે જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા મુજબ આ નવી પહેલ મતદારોને સરળ અને સુવ્યવસ્થિત મતદાનનો અનુભવ કરાવશે.

વરસાદને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન

ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. જ્યાં જરૂર છે ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને પાણી ભરાય તેવી સ્થિતિમાં ડી-વોટરિંગ પંપ સાથેની ક્યુ-ટીમ તહેનાત રાખવામાં આવી છે. મતદારોને વરસાદના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક સંભવિત વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.

100 ટકા વેબકાસ્ટિંગ અને કડક સુરક્ષા

મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખવા માટે તમામ મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. સુરક્ષા માટે 1,400થી વધુ પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ

માંજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે આ બેઠક પર સતત મોટી લીડ સાથે જીત નોંધાવી હતી. આ વખતે પણ ભાજપ તે પરંપરા જાળવી રાખવાના પ્રયાસમાં છે. ઉમેદવારીને લઈને સ્થાનિક સ્તરે અસંતોષ જોવા મળતા ભાજપના કેન્દ્રીય અને રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર અને સમાજ આધારિત બેઠકો યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

હોમ વોટિંગ પ્રક્રિયા પૂર્ણ

85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જેથી દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી શકે.


આ પણ વાંચો:જલપુર પેટા ચૂંટણીમાં પ્રચાર ધીમો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ

આ પણ વાંચો:માંજલપુર પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ, ભવ્ય જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

આ પણ વાંચો:માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી, અનેક દાવેદારો મેદાનમાં