Not Set/ ગાંધીનગરના મલ્ટીપ્લેક્સમાં માથા ભારે તત્વોનો આતંક, સીસીટીવીમાં સમગ્ર ઘટના થઈ કેદ

ગાંધીનગર સેક્ટર 11માં ખાતે આવેલા એક જાણીતા મલ્ટીપ્લેક્સમાં ગતરોજ અચાનક કેટલાક અજાણ્યા શખ્સો આવી ધસ્યાં હતાં તેમના પોતાના ચહેરા પર રૂમાલ બાંધીને  આવ્યાં હતાં અને મલ્ટીપ્લેક્સમાં તોડફોડ કરી હતી. ફિલ્મ પદ્માવતનો વિરોધ સામે આવ્યાં બાદ તોફાની તત્વો દ્વારા તોડફોડનો મામલો સામે આવ્યો હતો. પદ્માવત રીલીઝ બાદ આ સિલસિલો અટકી ગયો હતો. પરંતુ હવે વધુ એક […]

Gujarat

ગાંધીનગર સેક્ટર 11માં ખાતે આવેલા એક જાણીતા મલ્ટીપ્લેક્સમાં ગતરોજ અચાનક કેટલાક અજાણ્યા શખ્સો આવી ધસ્યાં હતાં તેમના પોતાના ચહેરા પર રૂમાલ બાંધીને  આવ્યાં હતાં અને મલ્ટીપ્લેક્સમાં તોડફોડ કરી હતી.

ફિલ્મ પદ્માવતનો વિરોધ સામે આવ્યાં બાદ તોફાની તત્વો દ્વારા તોડફોડનો મામલો સામે આવ્યો હતો. પદ્માવત રીલીઝ બાદ આ સિલસિલો અટકી ગયો હતો. પરંતુ હવે વધુ એક તોડફોડ વાળો વીડીયો સામે આવ્યો હતો. આ ઘટના સીસીટીવી સામે આવ્યાં છે, જેમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પેટ્રોલ છાંટી આગ ચાંપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો કે મલ્ટીપ્લેક્સમાં કયા કારણોસર તોડફોડ કરવામાં આવી તે હજુ સુંધી જાણવા મળી નથી આ ઘટના સાથે સંકળાયેલા તમામને પકડવા માટે આગળ તપાસ શરુ કરી દીધી છે.