Not Set/ રૂડા રીંગરોડ-૨ની કામગીરી સહિતના રૂ.૧૭.૫૭ કરોડના પ્રોજેક્ટ્સનું CM દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

આજે સ્થળ ઉપર પણ ધારાસભ્ય  લાખાભાઈ સાગઠિયા તથા “રૂડા”ના ચેરમેન  અમિત અરોરા અને સી.ઇ.એ.  ચેતન ગણાત્રા તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી, ગોળ ધાણાથી સૌના મ્હોં મીઠા કરાવી આ રિંગ રોડ જાહેરજનતાના ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવેલ હતો.

Top Stories Gujarat

શહેરી જનસુખાકારી દિનની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ આજરોજ  સવારે ૦૯:૪૫ કલાકે પ.પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કુલ રૂ. ૧૭.૫૭ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયુ હતું.

જેમાં રાજકોટ શહેરની ફરતે રિંગ રોડ-૨ આકાર પામી રહયો છે તેના ભાગરૂપે, રૂડા રીંગરોડ-૨, ફેઝ-૨ માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૮.૧૧ કરોડનાં ખર્ચે અને આ રસ્તા પર આવતા બે બ્રિજની કામગીરી રૂ. ૯.૪૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આજે સ્થળ ઉપર પણ ધારાસભ્ય  લાખાભાઈ સાગઠિયા તથા “રૂડા”ના ચેરમેન  અમિત અરોરા અને સી.ઇ.એ.  ચેતન ગણાત્રા તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી, ગોળ ધાણાથી સૌના મ્હોં મીઠા કરાવી આ રિંગ રોડ જાહેરજનતાના ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવેલ હતો.

હાલમાં જ્યારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદસમાન પુવાર થશે. હવે વાહનચાલકો કાલાવડ રોડથી સીધું જ ગોંડલ રોડ પર પહોંચી શકશે. તેઓએ ૧૫૦ ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડીએ જવાની જરૂરત રહેશે નહી. આ કામ પૂર્ણ થતા હવે ગોંડલ ચોકડીએ પણ ટ્રાફિકનું ભારણ હળવું થઇ શકશે.