Jamnagar News/ જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા સભ્યના પતિની રજૂઆતથી વિવાદ, હવે પતિદેવોની દખલગીરી પર લગામ

જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા સભ્ય (Female member)ના પતિએ પત્નીની જગ્યાએ રજૂઆત કરતા વિવાદ. આ ઘટના બાદ મહિલા સભ્યોના પતિઓ માટે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.

Gujarat Others Breaking News
female member

Jamnagar News: જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા સભ્ય (Female member)ના પતિ દ્વારા પત્નીની જગ્યાએ રજૂઆત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. સામાન્ય સભા દરમિયાન મહિલા સભ્ય ઉર્મિલા મારવિયાના પતિએ વિવિધ પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની પત્ની વતી રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે હવે મહિલા સભ્યોના પતિઓ દ્વારા સત્તાવાર સભામાં રજૂઆત ન કરવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતમાં Female memberના પતિની રજૂઆતથી વિવાદ

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમિયાન ઉર્મિલા મારવિયાના પતિએ તેમની પત્નીની જગ્યાએ વિવિધ પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે પોતાના વિસ્તારને લગતા મુદ્દાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. જોકે, મહિલા સભ્યના પતિ દ્વારા તેમની જગ્યાએ રજૂઆત કરવામાં આવે તે બાબત અધિકારીને યોગ્ય લાગી નહોતી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આ મામલે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

મહિલા સભ્યોના પતિઓને રજૂઆત ન કરવા સૂચના

આ ઘટનાના પગલે જિલ્લા પંચાયત દ્વારા પરિપત્ર (Circular) જાહેર કરવામાં આવ્યો છે. તેમાં મહિલા સભ્યોના પતિઓ દ્વારા સામાન્ય સભા દરમિયાન તેમની જગ્યાએ કોઈપણ પ્રકારની સત્તાવાર રજૂઆત ન કરવામાં આવે તે અંગે સૂચના આપવામાં આવી છે. ચૂંટાયેલી મહિલા સભ્યે જ પોતાના વિસ્તારના પ્રશ્નો, માંગણીઓ અને અન્ય મુદ્દાઓ સામાન્ય સભામાં રજૂ કરવાના રહેશે. આ નિર્ણયથી મહિલા પ્રતિનિધિ (Women Representative)ઓની ભૂમિકા અને જવાબદારી અંગે પણ સ્પષ્ટતા થઈ છે.


આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેન જાહેર: અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત AAP વિરોધ પક્ષમાં

આ પણ વાંચો:આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદ વિવાદ: મયુરી પટેલનું ST સર્ટિફિકેટ મુદ્દે પદ જોખમમાં, ભાજપની નવી રણનીતિ તૈયાર

આ પણ વાંચો:આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપે કાનૂની લડાઈ જીતતા મયૂરી પટેલનો પ્રમુખ બનવાનો માર્ગ ઉજળો થયો