New Delhi News: અમદાવાદ (Ahmedabad Plane Crash)માં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિ (High Level Committee)ની પ્રથમ બેઠક સોમવારે દિલ્હીમાં યોજાશે. સમિતિનું નેતૃત્વ ગૃહ સચિવ કરે છે અને તેનો ઉદ્દેશ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાનો છે. સમિતિએ ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ (Report) સુપરત કરવાનો રહેશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની ટેકનિકલ તપાસની જવાબદારી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau) ને સોંપવામાં આવી છે. AAIB વિમાન કેવી રીતે અને શા માટે ટેકનિકલી નિષ્ફળ ગયું તેની તપાસ કરી રહ્યું છે. દરમિયાન આ ઉચ્ચ-સ્તરીય સમિતિ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે એક વ્યાપક અને નીતિ-આધારિત ઉકેલ તૈયાર કરશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ શનિવારે કહ્યું હતું કે AAIB ટેકનિકલ પાસાઓની તપાસ કરશે જ્યારે ગૃહ સચિવની આગેવાની હેઠળની સમિતિ ભવિષ્યની સુરક્ષા નીતિઓ અને પ્રક્રિયાઓ સૂચવશે.
બ્લેક બોક્સ મળી આવ્યું
ગુરુવારે, અમદાવાદથી લંડન ગેટવિક જતું એર ઇન્ડિયા (Air India)નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘાણીનગર સ્થિત મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. શુક્રવારે સાંજે અકસ્માત સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સમાં ફ્લાઇટ અને પાઇલટની વાતચીત સંબંધિત ટેકનિકલ ડેટા રેકોર્ડ કરવામાં આવ્યો છે, જે અકસ્માતનું સાચું કારણ જાણવામાં મદદ કરશે.
આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ
આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય
