Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બાગપત (Baghpat)માં પતિ-પત્ની વચ્ચેના વિવાદનો કરુણ અંત આવ્યો છે. ભાજપ નેતા (BJP Leader Son)સહદેવના પુત્ર નીરજે આપઘાત (Suicide) કરી જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, નીરજની પત્ની છેલ્લા કેટલાક સમયથી પિયરમાં રહેતી હતી અને સાસરે પરત આવવા તૈયાર નહોતી. પત્નીને ઘરે પરત લાવવા માટે નીરજ સતત પ્રયાસ કરી રહ્યો હતો.
Baghpatમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદનો કરુણ અંત
આ ઘટના બાગપત કોતવાલી વિસ્તારના દેશરાજ મહોલ્લાની હોવાનું જાણવા મળ્યું છે. અહીં રહેતા ભાજપ નેતા સહદેવના પુત્ર નીરજના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં બાગપતના ગૌરીપુર ગામની યુવતી સાથે થયા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, લગ્ન બાદથી જ પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બાબતોને લઈને અવારનવાર વિવાદ થતા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે, નીરજની પત્ની ગર્ભવતી હતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી હતી. નીરજ ઈચ્છતો હતો કે પત્ની પરત ઘરે આવે, પરંતુ પત્ની સાસરે આવવા માટે તૈયાર નહોતી. આ બાબતને લઈને બંને વચ્ચે તણાવ વધતો ગયો હતો.
પતિ ફોન પર પત્નીને પરત આવવા મનાવતો રહ્યો
ઘટનાના બે દિવસ પહેલાં પણ પતિ-પત્ની વચ્ચે આ જ મુદ્દે ભારે વિવાદ થયો હતો. મામલો વધતાં પત્નીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પરિવારનો આરોપ છે કે પોલીસ કાર્યવાહી બાદ નીરજને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નીરજ પત્નીને પરત આવવા માટે ફોન પર મનાવતો રહ્યો હતો. જોકે, પત્નીએ સાસરે પરત આવવાની ના પાડી દીધી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી નીરજ ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. પતિ-પત્ની વચ્ચેનો આ વિવાદ (Dispute) સતત વધતો ગયો હતો અને પરિવારજનો પણ બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યા હતા.
‘મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો’
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પત્ની સાથે ફોન પર વાતચીત દરમિયાન નીરજે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો.’ તેમ છતાં બંને વચ્ચેનો વિવાદ ઉકેલાયો નહોતો. ફોન પરની વાતચીત બાદ નીરજ રૂમમાં ગયો હતો. થોડા સમય બાદ પરિવારજનોને તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ તપાસ (Police Investigation) શરૂ કરવામાં આવી છે. પોલીસ પરિવારજનો તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. પતિ-પત્ની વચ્ચેના વિવાદનું ચોક્કસ કારણ શું હતું અને કઈ પરિસ્થિતિમાં નીરજે આ અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:પતિ-પત્ની વચ્ચે કેટલો હોવો જોઈએ ઉંમરનો તફાવત? જાણો બોલિવૂડ કપલ્સના સિક્રેટ અને એક્સપર્ટની સલાહ
આ પણ વાંચો:ગ્વાલિયર હાઈકોર્ટનો ચુકાદો: પતિ-પત્ની વચ્ચે “અકુદરતી સેક્સ” ગુનો નહીં
આ પણ વાંચો:પતિ-પત્ની વચ્ચે સેક્સ લાઈફ વિશે વાત નથી થતી? ચેતી જજો! આ મૌન તમારા સંબંધને ધીમે-ધીમે ખતમ કરી શકે છે!
