Entertainment News/ એઆર રહમાનના પુત્ર એઆર અમીનની કારનો ચેન્નાઈમાં અકસ્માત, બહેન ખતીજા રહમાને આપી હેલ્થ અપડેટ

એઆર રહમાનના પુત્ર અને ગાયક એઆર અમીન (AR Ameen) ચેન્નાઈના ગિન્ડી વિસ્તારમાં કાર અકસ્માતનો ભોગ બન્યા. તેમની કાર એક કેબ સાથે અથડાઈ હતી.

Breaking News Entertainment
AR AR Ameen

Entertainment News: જાણીતા સંગીતકાર એઆર રહમાનના પુત્ર અને પ્લેબેક સિંગર એઆર અમીન (AR Ameen) સોમવાર, 10 ઓગસ્ટની સવારે ચેન્નાઈના ગિન્ડી વિસ્તારમાં કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ ઓલિમ્પિયા ટેક પાર્ક સિગ્નલ નજીક અમીનની કાર એક કેબ સાથે અથડાઈ હતી.

એઆર રહમાનના પુત્ર AR Ameenનો અકસ્માત

અકસ્મતમાં એઆર અમીન સાથે તેમનો એક મિત્ર પણ કારમાં હતો. અકસ્માત બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, બંનેને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે અને સારવાર બાદ હોસ્પિટલ (Hospital)માંથી રજા આપી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, એક વેગન-આર સાઇડ રોડ પરથી મુખ્ય માર્ગ પર આવી રહી હતી અને ત્યારબાદ પોર્શ કાર સાથે અથડાઈ હતી. બીજી તરફ, અન્ય અહેવાલોમાં અમીનની કાર કેબ (Cab) સાથે અથડાઈ હોવાનું જણાવાયું છે. અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ એઆર રહમાન અથવા એઆર અમીન તરફથી શરૂઆતમાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહોતું.

બહેન ખતીજા રહમાને આપી હેલ્થ અપડેટ

અકસ્માત બાદ એઆર અમીનની બહેન ખતીજા રહમાન (Khatija Rahman)એ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી. તેમણે ચાહકો અને શુભેચ્છકોનો ચિંતા વ્યક્ત કરવા બદલ આભાર માન્યો અને જણાવ્યું કે અમીન સુરક્ષિત છે અને તેમની તબિયત સારી છે. ખતીજાએ કહ્યું કે તમામ લોકોને અલગ-અલગ જવાબ આપી શકી રહી નથી, પરંતુ ભગવાનની કૃપાથી અમીન સુરક્ષિત અને સ્વસ્થ છે.

એઆર અમીન જાણીતા પ્લેબેક સિંગર

એઆર અમીન પ્લેબેક સિંગર (Playback singer)તરીકે અનેક ભારતીય ભાષાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ પોતાના મ્યુઝિક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે રામ ચરણની ફિલ્મ ‘પેદ્દી’ના ગીત ‘ચિકિરી ચિકિરી’ના તમિલ વર્ઝન માટે અવાજ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે જસલીન રોયલ સાથે ‘ભીગી ભીગી’ નામના ઇન્ડિપેન્ડન્ટ ટ્રેક પર પણ કામ કર્યું છે.


આ પણ વાંચો: છોકરીને બુરખા પહેરવા પર એ આર રહેમાન થયા ટ્રોલ, સિંગરે આપ્યો આ જવાબ

આ પણ વાંચો: બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર સંજય દત્તે વ્યક્ત કર્યું દુઃખ: કહ્યું– ‘હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો સપોર્ટ નથી રહ્યો’

આ પણ વાંચો: રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત