Entertainment News/ બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર સંજય દત્તે વ્યક્ત કર્યું દુઃખ: કહ્યું– ‘હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો સપોર્ટ નથી રહ્યો’

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે (Sanjay Dutt)તાજેતરમાં ઈન્ડસ્ટ્રીમાં વધતી સ્પર્ધા અને ઘટતા ભાઈચારા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. હોલિવૂડ સાથેની તુલના અને અપકમિંગ ફિલ્મો વિશે જાણો અહીં.

Entertainment
Sanjay Dutt expressed grief.

Entertainment News : વર્ષ 1981 થી હિન્દી સિનેમામાં સક્રિય અને દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કરનાર અભિનેતા સંજય દત્તે (Sanjay Dutt)તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)માં આવેલા બદલાવ અંગે ખુલ્લીને વાત કરી છે. બોલિવૂડ (Bollywood)ના વર્તમાન વાતાવરણને લઈને તેમણે ઊંડી નિરાશા વ્યક્ત કરી છે.

કરિયરની શરૂઆતનો સમય અને બોલિવૂડમાં ભાઈચારો

સંજય દત્તે તેમના શાનદાર ફિલ્મી પ્રવાસના શરૂઆતી દિવસોને યાદ કરતા જણાવ્યું હતું જ્યારે તેમણે ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો, ત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક જૂથ પરિવાર (Family)જેવી હતી. તમામ કલાકારો અને ટેકનિશિયનો એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતા. આજે તે જૂનો પ્રેમ અને પરસ્પર સાથ-સહકાર ગાયબ થઈ ગયો છે અને તેની જગ્યાએ આંધળી સ્પર્ધા (Competition) એ લઈ લીધી છે, જે ખૂબ જ અફસોસજનક છે. તેઓ આશા રાખે છે કે ઈન્ડસ્ટ્રીમાં ફરી એ જૂનો સુવર્ણ સમય પાછો આવે.

હોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે બોલિવૂડની સરખામણી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સરખામણી હોલિવૂડ સાથે કરતા સંજય દત્તે એક મહત્વપૂર્ણ વાત કહી…હોલિવૂડમાં રાઈટર્સથી લઈને એક્ટર્સ સુધી તમામ લોકો એકબીજાની પ્રગતિમાં સાથ આપે છે..હોલિવૂડના કલાકારો પોતાના સાથી કલાકારને ઓસ્કાર એવોર્ડ કે મોટો એવોર્ડ મળે ત્યારે દિલથી ખુશ થાય છે. ત્યાં ઈર્ષ્યા ભાવના નથી હોતી, જે એકતા ખૂબ જ પ્રશંસનીય છે.

‘ખલનાયક રિટર્ન્સ’ અને અપકમિંગ પ્રોજેક્ટ્સ

પોતાના લાંબા કરિયરમાં નાયક અને ખલનાયકના યાદગાર રોલ કરી ચૂકેલા સંજય દત્ત ફરી એકવાર મોટો ધમાકો કરવા તૈયાર છે ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મ ‘ખલનાયક રિટર્ન્સ’માં તેઓ ફરી એકવાર તેમના આઇકોનિક કેરેક્ટર ‘બલ્લુ’ના અવતારમાં જોવા મળશે.

સલમાન ખાન સાથે અડીખમ મિત્રતા

સંજય દત્ત અને સલમાન ખાનની દાદાગીરી અને દોસ્તીના ઉદાહરણો સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં આપે છે . સંજય દત્ત સલમાન ખાનને પોતાના નાના ભાઈ તરીકે માને છે. બંને અવારનવાર એકબીજા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એકબીજાની પડખે અડગ ઊભા રહે છે.


આ પણ વાંચો :કંગનાનું નવું નિવેદન ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફરી વિવાદ ગરમાયો

આ પણ વાંચો :‘ધ પેરાડાઇઝ’માંથી રાઘવ જુયાલનો વિલન અવતાર જાહેર: નાની સાથે ‘વિક્રમ મલિક’ બનીને મચાવશે ધમાલ!

આ પણ વાંચો :રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત