Sports News : પોર્ટુગલના દિગ્ગજ અને વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેઝ (Georgina Rodríguez) સાથે આખરે લગ્ન કરી લીધા (Ronaldo Marriage)છે. રોનાલ્ડો અને જોર્જિનાએ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રિંગ્સ સાથેની તસવીર શેર કરીને આ ખુશખબર ફેન્સ સાથે શેર કર્યા છે. આ કપલ છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપ (Relationship)માં હતું. બરાબર એક વર્ષ પહેલાં 11 ઓગસ્ટ 2025ના રોજ સગાઈ કર્યા બાદ, હવે 11 ઓગસ્ટ 2026ના રોજ પોર્ટુગલના કાસકૈસ ખાતે એક ખાનગી સમારોહમાં બંનેએ લગ્નગ્રંથિથી જોડાવાનો નિર્ણય લીધો હતો.
Ronaldo Marriage : સિક્રેટ વેડિંગ અને ફેન્સ માટે સરપ્રાઇઝ
41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના લગ્નની વિગતો સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખી હતી. તેમણે અગાઉ ક્યારેય જાહેરમાં એવો સંકેત આપ્યો ન હતો કે તેઓ આટલા જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે, જેથી આ સમાચાર ફેન્સ માટે એક મોટું અને સુખદ સરપ્રાઇઝ (Surprise)સાબિત થયા છે. લગ્નના ફોટામાં બંનેના ડાબા હાથની આંગળીઓમાં મેરેજ રિંગ્સ (Wedding rings)સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સિવાય પરિવારની હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમની અન્ય તસવીરો હજુ સામે આવી નથી.
લગ્ન પહેલાં જ 5 બાળકોના માતા-પિતા છે આ જોડી
કનાલ્ડો અને જોર્જિના લગ્ન પહેલાંથી જ પાંચ બાળકોના માતા-પિતા તરીકે સુખી જીવન વિતાવી રહ્યા છે. તેમના બાળકોના નામ ક્રિસ્ટિયાનો જુનિયર, જોડિયા બાળકો ઈવા અને માટેઓ, અલાના માર્ટિના તેમજ બેલા એસ્મેરાલ્ડા છે. વર્ષ 2017માં તેમણે અલાનાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ 2022માં જોર્જિનાએ ફરીથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ કમનસીબે પુત્ર એન્જલનું જન્મ સમયે જ અવસાન થયું હતું, જ્યારે તેની જોડિયા બહેન બેલા એસ્મેરાલ્ડા સહીસલામત રહી હતી.
આ પણ વાંચો :સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી, કુરિયરથી મળ્યા 2 પત્રો; પત્ની અને સ્ટાફને પણ નિશાન બનાવવાની ચેતવણી
આ પણ વાંચો :CWG 2026: Lovlina Borgohainનો દેશપ્રેમ જોઈ PM મોદી પણ થયા પ્રભાવિત, ખોટા નકશા સામે ઉઠાવ્યો અવાજ
આ પણ વાંચો :બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આશાઓને મોટો ઝટકો, ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર સંકટ ઘેરાયું
