આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માગતા ખેડૂતો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે, પરંતુ તેના નિયમો વધુ કડક બનાવાયા છે. અધૂરા પુરાવા કે દસ્તાવેજ વગર ખેડૂતો તેમની મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી શકશે નહીં.
રજિસ્ટ્રેશન માટે 7-12 અને 8-અનો લેટેસ્ટ દાખલો, આધારની નકલ, બેન્ક પાસબુકની નકલ, આઇએફએસસી કોડ, મગફળીનું વાવેતર કર્યાની તલાટી-મંત્રીના સહી-સિક્કાવાળો દાખલો વગેરે આધાર ફરજિયાત બનાવાયા છે.

પ્રત્યેક ખેડૂત પાસેથી વધુમાં વધુ 1500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 નવેમ્બર સુધી ચાલશે. ખરીદી 15 નવેમ્બરથી શરૂ થશે અને તેનાં નાણાં થોડા દિવસ પછી મળશે.
કોઇ પણ ખેડૂત મગફળી ટેકાના ભાવે વેચશે કે તરત તેના 7-12ના દાખલાનું સોફ્ટવેર લોક કરી દેશે, જેથી એક જ ખેડૂતના દાખલાના નામે ફરી મગફળીનું વેચાણ નહીં થાય.
