Telecom Licensing Rule/ Jio અને Airtel આ વિદેશી ફિનટેક કંપનીઓથી નારાજ! સરકારને કરી ફરિયાદ

Jio અને Airtelએ WhatsApp, Telegram, Microsoft અને Amazon સામે મોરચો ખોલ્યો છે.

Top Stories Business
YouTube Thumbnail 2023 11 06T100309.656 Jio અને Airtel આ વિદેશી ફિનટેક કંપનીઓથી નારાજ! સરકારને કરી ફરિયાદ

Jio અને Airtelએ WhatsApp, Telegram, Microsoft અને Amazon સામે મોરચો ખોલ્યો છે. બંને કંપનીઓનું કહેવું છે કે આ વિદેશી ફિનટેક કંપનીઓ દેશની સુરક્ષાની સાથે નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહી છે. તેનાથી સરકારને લગભગ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ ફિનટેક કંપનીઓ WhatsApp અને Telegram દ્વારા OTP મોકલીને ગેરમાર્ગે દોરી શકે છે.

દેશની બે અગ્રણી ટેલિકોમ કંપનીઓ Jio અને Airtel આ દિવસોમાં WhatsApp, Telegram, Microsoft અને Amazonથી નારાજ છે. આ Jio અને Airtelએ ફિનટેક કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. તેમની દલીલ છે કે WhatsApp, Telegram, Microsoft અને Amazon જેવી વિદેશી ફિનટેક કંપનીઓ સ્થાનિક ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને દેશની સુરક્ષા સાથે ગડબડ કરી રહી છે. આવી સ્થિતિમાં Jio અને Airtelએ માગ કરી છે કે આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. Jio અને Airtelએ આ મામલે ટેલિકોમ સેક્રેટરીને પત્ર લખ્યો છે.

શું છે સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ અનુસાર, એમેઝોન, માઈક્રોસોફ્ટ જેવી ફિનટેક કંપનીઓ ઓટીપી મોકલવા માટે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ કંપનીઓની મદદ લઈ રહી છે. આવી સ્થિતિમાં Jio અને Airtelને સીધું બાયપાસ કરવામાં આવી રહ્યું છે. Jio અને Airtelનું કહેવું છે કે આ નિયમોની વિરુદ્ધ છે. ઉપરાંત આનાથી સરકારને લગભગ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઘણીવાર એવું જોવા મળે છે કે વેરિફિકેશન માટે મોબાઈલ મેસેજનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ટેલિકોમ કંપનીઓ દ્વારા આ માટે અવગણના કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Congress/ કેદારનાથના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ ભક્તોને ‘ચા’ પીવડાવી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Delhi Air Pollution/ દિલ્હી બન્યું ‘ગેસ ચેમ્બર’, શ્વાસ લેવો અઘરો થયો

આ પણ વાંચો: Delhi Air Pollution/ દિલ્હી બન્યું ‘ગેસ ચેમ્બર’, શ્વાસ લેવો અઘરો થયો