Ahmedabad News: અમદાવાદ શહેરમાં કુખ્યાત બનેલી ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અને તેમના મળતિયાઓએ પૈસા કમાવવા નિર્દોષ પ્રજાનો ભોગ લઈ સરકારના નાક નીચે પ્રધાનમંત્રી જન ધન યોજનામાંથી (PMJAY) કરોડો રૂપિયાની કમાણી કરી હતી. એટલું જ નહીં, મેડિકલ કેમ્પ યોજી દર્દીઓના વગર હ્રદયરોગે તેમની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી સર્જરી કર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. 2 દર્દીઓના મોત થતા આખી મંડળી હાલ ભૂર્ગભમાં જતી રહેતા હાલ અમદાવાદ પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે જાણો ખ્યાતિ હોસ્પિટલના (Khyati Hospital) સ્પેશિયાલિસ્ટ તબીબ, સીઈઓ સહિતનાએ કેવી રીતે હડપી લીધા કરોડો રૂપિયા…
ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદના ગામડાઓમાં હોસ્પિટલના સંચાલકોએ ટાર્ગેટ પૂરો કરવા તૈયાર કરેલી માર્કેટિંગ ટીમ તૈયાર કરતા હતા, બાદમાં 7 સભ્યોની ટીમ વિવિધ ગામડાઓમાં ફરી દર્દીઓને આયુષ્યમાન કાર્ડ વિશે પૂછતા.
મેમ્બરોમાં ટીમના મેનેજર, બે આસિસ્ટન્ટ મેનેજર અને ચાર ઓફિસર કામ કરતા હતા. આ કામ માટે મેનેજરને 1.50 લાખ, આસિ. મેનેજરને 1-1 લાખ અને અન્ય કર્મીઓને 25 હજારથી 50 હજાર સુધીનો પગાર અપાતો હતો. આ ટીમ હોસ્પિટલના સંચાલકોને માહિતી આપતા અને પ્લાનિંગ કરી ગામડાઓમાં વિવિધ ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હતા.
ગ્રામજનોને ફ્રી મેડિકલ કેમ્પ છે તેવી સ્પીકર વડે જાહેરાત કરતા હતા. કેમ્પમાં આવતા દર્દીઓને પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. ફોર્મમાં આયુષ્યમાન કાર્ડ છે કે નહીં, બી.પી., ઈસીજી રિપોર્ટ કાઢી તપાસ બાદ તબીબ પાસે મોકલતા અને કહેતા હતા કે, તમારી હ્રદયની નળીમાં બ્લોકેજ છે અને મફત સારવાર હોસ્પિટલમાં કરાવી લેજો. જો તમારી પાસે કાર્ડ નથી તો અમે બનાવી આપવાનો વાયદો કરતા હતા.
બાદમાં હોસ્પિટલની ટીમ એન્જીયોપ્લાસ્ટી કરવાની ધમકી આપતા હતા. જો સર્જરી નહીં કરાવો તો હાર્ટ એટેક આવશે તેમ ડરાવતા હતા. વધુમાં, ઓપરેશનનાં રિપોર્ટમાં પીએમજયમાં ઓનલાઈન સબમિથન થાય ત્યાં સુધી પેમેન્ટ હોસ્પિટલના ખાતામાં જતું.
આ પણ વાંચો:કાર્તિક પટેલને મહેસૂલ વિભાગના આશીર્વાદ? નિયમો નેવે મૂક્યા છતાં વાળ વાંકો નહીં
આ પણ વાંચો:ખ્યાતિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ LOC જાહેર
આ પણ વાંચો:‘ખ્યાતિકાંડ’ બાદ સરકાર એક્શનમાં, રાજ્યની 7 હોસ્પિટલ કરાઈ બ્લેકલિસ્ટ
