Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની ચૂંટણી સંકલન સમિતિએ નર્મદા જિલ્લા પંચાયતના 21, તિલકવાડા તાલુકા પંચાયતના 16, ડેડિયાપાડા તાલુકા પંચાયતના 18, નાંદોદ તાલુકા પંચાયતના 17, સાગબારા તાલુકા પંચાયતના 18, ગરુડેશ્વર તાલુકા પંચાયતના 16, ચીકદા તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની ચૂંટણી સંકલન સમિતિએ નર્મદા જિલ્લા પંચાયતના 21, તિલકવાડા તાલુકા પંચાયતના 16, ડેડિયાપાડા તાલુકા પંચાયતના 18, નાંદોદ તાલુકા પંચાયતના 17, સાગબારા તાલુકા પંચાયતના 18, ગરુડેશ્વર તાલુકા પંચાયતના 16, ચીકદા તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

આ અગાઉ ગાંધીનગર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના 27, કલોલ તાલુકા પંચાયતના 22, માણસા તાલુકા પંચાયતના 26, દહેગામ તાલુકા પંચાયતના 28, કલોલ નગરપાલિકાના 11 વોર્ડના 44, દહેગામ નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આના અગાઉ પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતના 30, પાટણ તાલુકા પંચાયતના 20, ચાણસ્મા તાલુકા પંચાયતના 18, હારીજ તાલુકા પંચાયતના 15, રાધનપુર તાલુકા પંચાયતના 18, સમી તાલુકા પંચાયતના 18, સિદ્ધપુર તાલુકા પંચાયતના 21, સાંતલપુર તાલુકા પંચાયતના 18, સરસ્વતી તાલુકા પંચાયતના 24, શંખેશ્વર તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પાટણ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની, સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જયારે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-બેના એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આ અગાઉ ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.


આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે બાંયો ચઢાવનાર ભાજપે પોતે 14 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી