કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના માણસ મુન્ના ઝીંગાડાને બેંગકોકની એક અદાલતમાં ભારતીય નાગરિક તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જયારે હવે તેને ભારતમાં લાવવા માટેની તૈયારીઓ થઇ રહી છે. પાકિસ્તાની અધિકારી થાઈલેન્ડની સાથે પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત મુન્નાને પાકિસ્તાન પ્રત્યાર્પણ માટે કામ કરતુ રહ્યું પરંતુ ભારતે થાઈલેન્ડના કોર્ટમાં તેને ભારતીય સાબિત સાબિત કર્યો છે, અને પાકિસ્તાનનાં પેંતરાઓને નિષ્ફળ કરી દીધા છે.
સૂત્રો મુજબ કોર્ટમાં પાકિસ્તાન ઝીંગાડાના પાસપોર્ટના આધારે એ સ્પષ્ટીકરણ કરતુ રહ્યું કે તે પાકિસ્તાની નાગરિક છે પરંતુ ભારતે સાબિત કરી દીધું કે ઝીંગાડા ભારતીય નાગરિક છે. પાકિસ્તાન જણાવી રહ્યું હતું કે ઝીંગાડા પાકિસ્તાની પાસપોર્ટના આધારે થાઈલેન્ડ પહોંચ્યો હતો. માત્ર આટલું જ નહીં પરંતુ પાકિસ્તાને તો ઝીંગાડાનું નકલી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ તૈયાર કરી દીધું હતું.
જયારે એક વરિષ્ઠ અધિકારીએ સબુતોનાં આધારે સ્પષ્ટ કર્યું કે ઝીંગાડા ભારતીય નાગરિક છે. તેમણે જણાવ્યું હતું કે ઝીંગાડાની છોટા રાજનની હત્યા પરથી પણ જણાય છે કે તે ભારતીય છે.
ડીએનએ ફિંગરપ્રિન્ટથી જીત્યો કેસ:-
એક અધિકારીએ જણાવ્યું હતું કે,
“અમે ફિંગરપ્રિન્ટના અને અન્ય સબૂતોના આધારે બેંગકોકના કોર્ટમાં પાકિસ્તાનનાં કાવતરાને નિષ્ફળ કરી બતાવ્યું છે. 18 વર્ષ પહેલા છોટા રાજન પર હુમલા બાદ મુન્નાની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની શંકર કામ્બલે, હેમંત દેસાઈ અને સુધાકર પૂજારીની ટીમ બેંગકોક ગઈ હતી. પાકિસ્તાને બેંગકોક કોર્ટમાં કહ્યું હતું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બળજબરીથી ઝીંગાડાની ફિંગરપ્રિન્ટ લીધી હતી અને પોતાનો નાગરિક જણાવ્યો હતો.”
કોણ છે મુન્ના ઝીંગાડા:-
મુન્ના ઝીંગાડાનું સાચું નામ મુજકકીદર મુદસ્સર હુસૈન છે. જે મુંબઈના જોગેશ્વરીનો રહીશ છે. આપણે જણાવી દઈએ કે આ ઝીંગાડા દાઉદ ઇબ્રાહિમનો નજીકનો માણસ છે.
