Not Set/ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૨૦ લોકોનાં મોત, તૈનાત કરાઈ NDRFની ટીમ

ત્રિવેન્દ્રમ, છેલ્લા બે દિવસથી કેરળમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે અને આ ઘટનામાં કુલ ૨૦ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ગંભીર પરિસ્થિતિને જોતા રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. #Kerala: Rain water enters low-lying residential areas in Pathalam, Ernakulam. Kerala Fire […]

Top Stories India Trending

ત્રિવેન્દ્રમ,

છેલ્લા બે દિવસથી કેરળમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે અને આ ઘટનામાં કુલ ૨૦ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ગંભીર પરિસ્થિતિને જોતા રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

રાહત બચાવના કાર્યમાં લાગેલા અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, “પુર અને ભૂસ્ખલનથી સૌથી વધુ ઇડુક્કી જીલ્લામાં 10 લોકોનાં મૃત્યુ થયા છે, જયારે મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં ૨ અને વાયનાડ જિલ્લામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત વાયનાડ, પલક્કડ અને કોઝીકોડમાં ૧-૧ વ્યક્તિ લાપતા હોવાનું સામે આવ્યું છે”.

સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઇડુક્કી ડેમ ભરાય ગયો છે અને ૨૬ વર્ષ બાદ આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ પહેલાં ઇદામાલયાર ડેમનાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા અને એમાંથી ૬૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું, આ કારણે ડેમમાં પાણીનું લેવલ ૧૬૯ મીટર સુધી પહોચ્યું છે.

રાજ્યની હાલત જોઇને મુંખ્યમંત્રી પી વિજયનએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. એમણે કહ્યું કે, “સરકાર દ્વારા સેના, નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફને બોલાવ્યા છે. અત્યારસુધીમાં NDRFની ત્રણ ટીમ પહોચી ગઈ છે. બે ટીમ ટુંક જ સમયમાં પહોચવાની છે અને ૬ ટીમોને કોલ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને જોઇને નેહરુ ટ્રોફી બોટ રેસ રદ્દ કરી દેવામાં આવી છે”.