Surat-Destroyer/ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને સુરત નામ અપાયું, આજે ઉદઘાટન થશે

ગુજરાતના સુરત શહેર જ નહી પણ સમગ્ર રાજ્ય માટે ગૌરવભરી ક્ષણ સર્જાઈ છે. ભારતીય નૌકાદળમાં પહેલી વખત કોઈ યુદ્ધજહાજને શહેરનું નામ આપવામાં આવ્યું છે. આ ગૌરવ ગુજરાતના સુરત શહેરને મળ્યું છે. આજે એટલે કે સોમવારે આ જહાજનું સુરત શહેરમાં જ ઉદઘાટન કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat India

સુરતઃ ગુજરાતના સુરત શહેર જ નહી પણ સમગ્ર રાજ્ય માટે ગૌરવભરી ક્ષણ સર્જાઈ છે. ભારતીય નૌકાદળમાં પહેલી વખત કોઈ યુદ્ધજહાજને શહેરનું નામ આપવામાં આવ્યું છે. આ ગૌરવ ગુજરાતના સુરત શહેરને મળ્યું છે. આજે એટલે કે સોમવારે આ જહાજનું સુરત શહેરમાં જ ઉદઘાટન કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સુરતમાં યુદ્ધજહાજને ખુલ્લુ મૂકવામાં આવશે. સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગયા માર્ચ મહિનામાં જહાજ નિર્માણની લીલી ઝંડી આપી હતી. સરકારના કહેવા મુજબ હાલમાં 130 સરફેસ વોરશિપ તથા 67 વધારાના યુદ્ધજહાજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

યુદ્ધજહાજ સુરતને બ્લોક નિર્માણ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સુરતને મુંબઈ બાદ પશ્ચિમ ભારતનું સૌથી મોટું બીજા નંબરનું કોમર્સિયલ હબ માનવામાં આવે છે. ગુજરાતના વિકાસમાં સુરતનો ફાળો મહત્વનો રહ્યો છે. સુરતની ડાયમંડ અને ટેક્સ્ટાઇલ માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. સુરતના અભૂતપૂર્વ ફાળાને બીરદાવવા ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને આઇએનએસ-સુરત નામ આપવામાં આવ્યું છે.

સુરતના આ અભુતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને આઇએનએસ-સુરત  નામ આપવામાં આવ્યું છે. આઇએનએસ-સુરત  પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ છે, જે P15A (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે. સુરત શહેરમાં સમૃદ્ધ દરિયાઈ અને જહાજ નિર્માણનો ઈતિહાસ છે અને શહેરમાં 16મી અને 18મી સદીમાં બાંધવામાં આવેલા જહાજો તેમના લાંબા આયુષ્ય (100 વર્ષથી વધુ) માટે જાણીતા હતા.


આ પણ વાંચોઃ Congress/ કેદારનાથના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ ભક્તોને ‘ચા’ પીવડાવી, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Delhi Air Pollution/ દિલ્હી બન્યું ‘ગેસ ચેમ્બર’, શ્વાસ લેવો અઘરો થયો

આ પણ વાંચોઃ Rajasthan/ બેકાબૂ બસ પુલ પરથી નીચે રેલવે ટ્રેક પર ખાબકી, ચાર લોકોના મોત