Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ (Police) જવાનો સાથે વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું.

મુખ્યમંત્રી (CM Bhupendra Patel)એ ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજન (Shashtra-Pujan)માં જોડાઈને વધુ ઉજાગર કરી હતી.

તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમી (Dassehra)ના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવાનો અવસર પણ છે.

સુરક્ષા કર્મીઓ (Security personnel)એ પણ રાષ્ટ્ર-રાજ્ય અને સમાજની રક્ષા-સુરક્ષા માટે સમર્પિત ભાવ સાથે કર્તવ્યરત રહેવાનું છે તેની વિભાવના મુખ્યમંત્રીએ કર્મના સિદ્ધાંતોને અનુરૂપ ઉદાહરણોથી સમજાવી હતી.

મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક તેજસ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેકટર્સ તથા પી.એસ.આઇ અને કમાન્ડોઝ આ શસ્ત્ર પૂજામાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: 17 શહેરોમાં શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર થશે, 5 રૂ. ના ટોકનદરે મળશે સુવિધા
આ પણ વાંચો:ગાંધીનગર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી
