Mahesana News/ મહેસાણામાં બેન્કનું એટીએમ ચોરી ચોરીનો પ્રયાસ, રીઢા ગુનેગારની ધરપકડ

મહેસાણામાં મહેસાણામાં ચોરી હવે નવાઈ રહી નથી. ચોરો માટે ATM હંમેશા પહેલો ટાર્ગેટ રહ્યુ છે, ઘણી વખત તેઓને સફળતા મળે છે તો ઘણી વખત નથી મળતી. મહેસાણામાં આવી જ એક ચોરીનો પ્રયાસ થયો હતો અને ચોરને તેમા નિષ્ફળતા મળી હતી.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણામાં મહેસાણામાં ચોરી હવે નવાઈ રહી નથી. ચોરો માટે ATM હંમેશા પહેલો ટાર્ગેટ રહ્યુ છે, ઘણી વખત તેઓને સફળતા મળે છે તો ઘણી વખત નથી મળતી. મહેસાણામાં આવી જ એક ચોરીનો પ્રયાસ થયો હતો અને ચોરને તેમા નિષ્ફળતા મળી હતી.

મહેસાણા શહેરના પિલાજી ગંજ વિસ્તારમાં નટરાજ હોટલ પાસે આવેલ એક્સિસ બેંકના ATMમાં ચોરીનો પ્રયાસ થયો છે. એક શખ્સ મોડી રાત્રે ATMમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માથે કાળી બેગ પહેરી હતી. શખ્સે ATMની અંદર રહેલા CCTV કેમેરા અને મશીનની તોડફોડ કરી હતી. બેથી ત્રણ કલાક સુધી મથ્યા બાદ પણ તે ATM મશીન તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તે ખુલ્લા મોઢે બહાર નીકળ્યો હતો.

ATM બહાર લગાવેલા બેંકના કેમેરામાં આરોપીનો ચહેરો કેદ થયો હતો. મહેસાણા એ-ડિવિઝન પોલીસે આ ફૂટેજના આધારે તેની ઓળખ કરી હતી. બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે સ્લિમ ઉર્ફે રેમ્બો હેદરભાઈ બહેલીમ (ઉંમર 30, રહે. સેતાવાડ કસ્બા, મહેસાણા)ની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

મહેસાણામાં ચોરી હવે નવાઈ રહી નથી. ચોરો માટે ATM હંમેશા પહેલો ટાર્ગેટ રહ્યુ છે, ઘણી વખત તેઓને સફળતા મળે છે તો ઘણી વખત નથી મળતી. મહેસાણામાં આવી જ એક ચોરીનો પ્રયાસ થયો હતો અને ચોરને તેમા નિષ્ફળતા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં કબૂતરબાજ એજન્ટોની વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની ઠગાઈ

આ પણ વાંચો: મહેસાણા : વિજાપુરના વસાઈ ગામે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ

આ પણ વાંચો: મહેસાણાના 8 પોલીસકર્મીઓની અચાનક આંતરિક બદલી કરાઈ