Mehsana News : મહેસાણાના વિજાપુરના વસાઈ ગામમાં વિદ્યાર્થીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં શેઠ જી.એસ.હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી. પ્રાથમિક તપાસમાં સ્કૂલમાં દોડતા પગ અડી જતા આ બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઝઘડો વધી જતા બે વિદ્યાર્થીઓએ સાથી વિદ્યાર્થીને ધોકા વડે માર માર્યો હતો. તે સિવાય છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીઓને પણ માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં બે બાળ કિશોરોની સાથે અન્ય બે લોકો પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.
જેમાં અન્ય બે ઈસમોએ ઉપરાણું લઈ વિદ્યાર્થીઓને માર માર્યા હતો. બાદમાં માર મારવાના કેસમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નોંધાઈ છે.
આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ
આ પણ વાંચો:કચ્છના રાપર સ્થિત ચિત્રોડા ગામમાં મતદાન સમયે બે જૂથ વચ્ચે મારામારી
આ પણ વાંચો:કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી
