Rajkot News/ રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી : જયેશ રાદડિયા-અરવિંદ રૈયાણી વચ્ચે જંગ

લોધીકા સહકારી સંઘની કુલ 16 બેઠકો માટે ચૂંટણી (Lodhika Cooperative Union Election) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Gujarat Rajkot
લોધીકા સહકારી સંઘની ચૂંટણી (Lodhika Cooperative Union Election)ને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Rajkot News : લોધીકા સહકારી સંઘની ચૂંટણી (Lodhika Cooperative Union Election)ને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં જયેશ રાદડિયા (Jayesh Radadiya)અને અરવિંદ રૈયાણી (Arvind Raiyani)વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી રહી છે. બંને જૂથો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા અને અસ્તિત્વની લડાઈ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

લોધીકા સહકારી સંઘની ચૂંટણી (Lodhika Cooperative Union Election)માં 3 બેઠકો બિનહરીફ 

લોધીકા સહકારી સંઘની કુલ 16 બેઠકો માટે ચૂંટણી (Lodhika Cooperative Union Election) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની13 બેઠકો માટે 33 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

મેન્ડેટ ન મળતા 35 દાવેદારોએ ભર્યા હતા ફોર્મ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મેન્ડેટ ન મળતા કુલ 35 દાવેદારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન કોઈપણ ઉમેદવારે અન્ય ઉમેદવારના ફોર્મ સામે વાંધો રજૂ કર્યો નહોતો. પરિણામે તમામ ફોર્મ માન્ય ઠર્યા છે.

હવે ચૂંટણી પ્રક્રિયામાં આગામી તબક્કા તરીકે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમયગાળો શરૂ થયો છે. આજથી આગામી 6 દિવસ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. તેથી આગામી દિવસોમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેના પર સૌની નજર રહેશે.

13 બેઠકો માટે કાંટે કી ટક્કર

હાલની સ્થિતિ પ્રમાણે 13 બેઠકો માટે 33 ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી રસાકસીભરી બનવાના સંકેતો છે. ખાસ કરીને જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી જૂથ વચ્ચેના રાજકીય સમીકરણો ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે.

મેન્ડેટના મુદ્દે અનેક દાવેદારોએ સ્વતંત્ર રીતે ફોર્મ ભર્યા હોવાથી હવે ફોર્મ પરત ખેંચવાના તબક્કામાં કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી જાળવી રાખે છે તે મહત્વનું બની રહેશે.

આ ચૂંટણી માત્ર સહકારી સંઘ (Cooperative Sangh)ની બેઠકો જીતવા પૂરતી મર્યાદિત ન રહેતા સ્થાનિક સહકારી રાજકારણમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરતી ચૂંટણી તરીકે પણ જોવામાં આવી રહી છે.