રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી મામલે રાજકીય સળવડાટ જોવામાં આવી રહ્યો છે. આજે ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદ રાણપરિયાની પેનલ ફોર્મ ભરવા જવાની હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં કુલ 13 લોકો ઉમેદવારી પત્ર ભરવાના છે.
રાજકોટ જીલ્લાનાં રાજકોટ, વાંકાનેર, ગોંડલ, વિંછીયાથી 2-2 ઉમેદવાર અને પડધરી, કોટડાસાંગાણી, જેતપુરમાં 1-1 ઉમેદવાર ફોર્મ ભરશે , સાથે સાથે ધોરાજી અને જામકંડોરણાથી 1-1 ઉમેદવાર ફોર્મ ભરશે તે વાત નક્કી છે. આમ તો સહકારી ક્ષેત્રની જવાબદારીઓ તમામ પક્ષો અને વાડાઓ સાથે રહી નીભાવતા હોવાની વાત હાલ સર્વત્ર કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ડેરીની ચૂંટણી બિન હરીફ થઇ શકે છે તેવી પણ વિગતો છાના ખૂણે ચર્ચવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
