Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ધજાળા પોલીસની મોટી કાર્યવાહી, ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

આ ફેક્ટરીમાં વિદેશી દારૂની નકલી બોટલો બનાવવા માટે ફેલવર, રસાયણો અને બોટલો પર લેબલ લગાવવાની સામગ્રીનો ઉપયોગ થતો હતો.

Top Stories Gujarat Breaking News

Surendranagar News:સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન (Police station)ની ટીમે ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી સફળતા હાંસલ કરી છે. સાયલા તાલુકાના નાગડકા ગામના લુણાપરા વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી એક રહેણાંક મકાનમાંથી સંચાલિત થતી હતી, જ્યાં ફેલવર મિક્સ કરીને નકલી વિદેશી દારૂની બોટલો તૈયાર કરી, લેબલ લગાવીને વેચાણ કરવામાં આવતું હતું.

ધજાળા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે નાગડકા ગામના લુણાપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો, જ્યાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ચાલતી હોવાનું બહાર આવ્યું. આ ફેક્ટરીમાં વિદેશી દારૂની નકલી બોટલો બનાવવા માટે ફેલવર, રસાયણો અને બોટલો પર લેબલ લગાવવાની સામગ્રીનો ઉપયોગ થતો હતો.

પોલીસે આ દરોડા દરમિયાન રૂ. 9.97 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં નકલી દારૂની બોટલો, ફેલવર, લેબલ્સ અને અન્ય સાધન-સામગ્રીનો સમાવેશ થાય છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓ, સંજય લીંબડીયા અને પ્રભાત પનાળીયાની ધરપકડ કરી છે. જોકે, આ ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર વનતુ પ્રભાતભાઈ પનાળીયા ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે તેની શોધખોળ માટે ટીમો ગોઠવી દીધી છે અને તેને પકડવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.ધજાળા પોલીસે આ મામલે ત્રણ શખ્સો સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ, યુવકની હત્યા, બે મહિલાઓ ઘાયલ, પોલીસ તપાસમાં

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કિસાન સન્માન સમારોહ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનું પ્રેરક નેતૃત્વ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ખાતે નોંધાયો હનીટ્રેપનો ગુનો