Gandhinagar News/ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 33 બિનહથિયારી PSIને PI પદ પર બઢતી

આ બઢતીથી તમામ 33 પોલીસકર્મીઓના પગાર ધોરણમાં વધારો થશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત પોલીસ દળ (Gujarat Police force)માં ફરજ બજાવતા 33 બિનહથિયારી (Unarmed) PSI ને PI પદ પર બઢતી (Promotion) આપવામાં આવી છે. ગુજરાત પોલીસે 33 નિઃશસ્ત્ર (બિન હથિયારી) PSI માટે બઢતીના આદેશો જારી કર્યા છે. પ્રમોશન મળતાં પોલીસ કર્મીઓમાં આનંદ ફેલાયો છે.

ગુજરાત (Gujarat) પોલીસ વિભાગ (Police Department)ના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી (Promotion) મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી (Promotion) મળતા પોલીસ કર્મચારીઓ (Police Officer)ના મનોબળમાં પણ વધારો થયો છે.DGP વિકાસ સહાયે રાજ્ય પોલીસ દળમાં 33 PSIને PI પદ પર બઢતી આપવાનો આદેશ આપ્યો છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) વર્ગ-3 ના પોલીસકર્મીઓને બિનહથિયારી (Unarmed) પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના પદ પર બઢતી આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 2 - image

આ બઢતીથી તમામ 33 પોલીસકર્મીઓના પગાર ધોરણમાં વધારો થશે. અગાઉ  261 ASIને PSI તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં PSIથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 3 - image

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ 2024ની આ સિદ્ધિ અને વર્ષ 2025ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી

આ પણ વાંચો:વર્ગ 1 અને 2 ના અધિકારીઓની બદલી અને બઢતીના સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર