Gujarat Weather: ગુજરાત (Gujarat) સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમી (Heat)ની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 11 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હવામાન (Gujarat Weather) બદલાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડાની સંભાવના છે.

આગામી 10 થી 13 એપ્રિલ દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભીષણ ગરમી (Heatwave) અને ગરમીના મોજાએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલમાં ભારે પવન, તોફાન અને ચક્રવાત રહેશે. આ વાવાઝોડું 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં શરૂ થશે. 10 થી 18 મે દરમિયાન આરબ દેશોમાંથી વાવાઝોડું આવવાની શક્યતા છે. 4 જૂન સુધી રોહિણી નક્ષત્ર દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે. 8 એપ્રિલ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમી (Heat)નું મોજું યથાવત્ રહેશે. આ સમયગાળા દરમિયાન, કચ્છ, પોરબંદર, મહેસાણા, પાટણ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં ગરમીનું મોજું રહેશે.
હીટવેવ (Heatwave) દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં કેટલીક સાવચેતી રાખવી
* ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
* વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
* જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
* ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
* પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
* બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
* પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
* પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
* બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.
આ પણ વાંચો:ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે
