Not Set/ “હિક્કા” હશે સમુદ્રી ચક્રાવાત “વાયુ” પછીનાં વાવાઝોડાનું નામ !!

તોફાનો કહો કે પછી ચક્રાવાત કહો, તેનું આસ્તિત્વ તો અનંત કાળથી છે જ. દાસ્તાને તોફાન અને તબાહી આમતો ઉત્ત્પતી સમયથી જ શરૂ થઇ ગઇ હતી. પરંતુ શું તમે જાણો છો  કે આ તબાહી રૂપી તોફાનોનાં મનમોહક નામકરણની રોચક કહાની વિશે ? તબાહી મચાવવા ગુજરાતનાં ઉંબરે ઉભારે છે તે વાવાઝોડાને “વાયુ”  કેમ કહેવામા આવે છે. કે […]

Top Stories Gujarat India Others

તોફાનો કહો કે પછી ચક્રાવાત કહો, તેનું આસ્તિત્વ તો અનંત કાળથી છે જ. દાસ્તાને તોફાન અને તબાહી આમતો ઉત્ત્પતી સમયથી જ શરૂ થઇ ગઇ હતી. પરંતુ શું તમે જાણો છો  કે આ તબાહી રૂપી તોફાનોનાં મનમોહક નામકરણની રોચક કહાની વિશે ?

તબાહી મચાવવા ગુજરાતનાં ઉંબરે ઉભારે છે તે વાવાઝોડાને “વાયુ”  કેમ કહેવામા આવે છે. કે તેનું નામ વાયુ કોણે રાખ્યું  હશે. તો આ વાવાઝોડાનું નામ ભારત દ્રારા જ રાખવામા આવ્યું છે. સામાન્ય રીતે લોકમાનસમાં હોય છે કે જે દેશમાં આવે તે દેશ તેનું નામ રાખતું હશે. તો આવું બિલકુલ નથી. તોફાનોનાં નામકરણ પાછળ એક રોચક કથા છે આવો શું છે આ તબાહી વહોરતી ખુબસુરત બલાનાં નામ પાછળની કહાની.

વર્ષ 2000થી હિંદ મહાસાગરમાં આવતા ચક્રવાતના નામકરણની પરંપરા શરૂ થઇ હતી. વિશ્વ હવામાન વિભાગ દ્રારા નામકરણ માટે ભારતીય હવામાન વિભાગની પસંદગી કરવામાં આવી. ઓમાનથી લઇને થાઇલેન્ડ સુધીના આઠ દેશોને ભારતીય હવામાન વિભાગ દ્રારા તોફાનનું નામ મોકલવાનું કહવામાં આવ્યું હતું. 2004 સુધીમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડે આમ તમામ આઠ દેશોએ નામ મોકલી દીધા હતા. આઠ દેશોએ આપેલા નામોને ક્રમ અનુસાર મુકવામાં આવ્યા અને કુલ આવેલા 64 નામમાંથી “વાયુ” 58મું નામ છે. અને તે  ભારત દ્રારા સુચવવામાં આવ્યું હતું. તો તે પણ જાણવુ રસપ્રદ છે કે એકવાર ઉપયોગમાં લેવામાં આવેલ નામ 10 વર્ષમાં ફરી ઉપયોગમાં નથી લેવામાં આવતું. આશ્ચર્યની વાત એ છે કે વધારે તબાહી મચાવતા ચક્રવાતોને પણ રિટાયર કરી દેવાય છે.

8 દેશો દ્રારા સુચવવામા આવેલા 64 નામોનું 8X8નું કોસ્ટક બનાવવામાં આવ્યું છે અને લિસ્ટ પરથી વાવાઝોડાનું નામ નક્કી કરાય છે. પહેલાથી બહાર પડેલ સુચી આ પ્રમાણે છે. 8X8ની આ સૂચિનાં પ્રથમ સાત કૉલમ પહેલાથી જ સમાપ્ત થઈ ગયા છે. અને હાલ આવી રહેલા “વાયુ” પહેલા આવેલા તોફોનનું નામ છેલ્લા કોલમ પરનું પહેલું નામ હતું. છેલ્લે આવેલા તોફાનને “ફણી” આપવામા આવ્યું હતું. સૂચિ અનુસાર, આ ચક્રવાતનું નામ “વાયુ” રાખવામાં આવ્યું છે. જે ભારત દ્વારા સૂચવવામાં આવ્યું છે.તો આ તોફાન પછીનાં તોનફનું નામ”હિક્કા”રાખવામાંઆવશેજેમાલદીવએઆપ્યુંછેઅનેતેઆકોસ્ટકનું59મુંનામહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.