Junagadh/ અમરેલી બાદ જુનાગઢ જીલ્લામાં ભાજપમાં ભડકો

પક્ષ વિરોધી મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો આરોપ

Gujarat Top Stories
Beginners guide to 2024 05 10T184824.596 અમરેલી બાદ જુનાગઢ જીલ્લામાં ભાજપમાં ભડકો

Gujarat News : અમરેલી બાદ હવે જુનાગઢમાં ભાજપમાં ભડકો થયો છે. જેમાં જવાહર ચાવડાના દિકરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો તેમની પર આરોપ મુકાયો છે. આ અંગે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ મોટો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. જેમાં પક્ષ વિરોધી મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

અગાઉ ભાજપમાં ફરીથી અસંતોષ બહાર આવ્યો હતો.  જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

બાદમાં 4 મેના રોજ ભાજપ વિરોધી મતદાન કરવા બેઠક બોલાવવામાં આવી હતી. બીજીતરફ જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચારથી દૂર હોવાનું કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…