Not Set/ રાજ્યોને અનામતનો આદેશ આપી શકે નહીં HC : સુપ્રીમ કોર્ટ

હાઈકોર્ટ દ્વારા અનામત અંગે રાજ્ય સરકારોને કોઈ આદેશ જારી કરી શકાય નહીં. આ નીતિ વિષયક નિર્ણયો છે, જે રાજ્ય સરકારનાં કાર્યક્ષેત્રમાં આવે છે અને અદાલતોએ તેમાં દખલ ન કરવી જોઈએ.

Top Stories India
Spyware
  • રાજ્યોને અનામતનો આદેશ આપી શકે નહીં HC
  • રાજ્ય સરકારોને અનામતનો આદેશ જાહેર કરી શકાય નહીં
  • સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને યાદ કરાવી મર્યાદા
  • નીતિગત નિર્ણય, રાજ્ય સરકારના તાબા હેઠળ
  • પંજાબ-હરિયાણા HCનો 2019નો આદેશ કર્યો રદ્દ

હાઈકોર્ટ દ્વારા અનામત અંગે રાજ્ય સરકારોને કોઈ આદેશ જારી કરી શકાય નહીં. આ નીતિ વિષયક નિર્ણયો છે, જે રાજ્ય સરકારનાં કાર્યક્ષેત્રમાં આવે છે અને અદાલતોએ તેમાં દખલ ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામત સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો – ડૂડલ / ગૂગલે પ્રજાસત્તાક દિવસને ખાસ ડૂડલ દ્વારા સેલિબ્રેટ કર્યો,દેશની સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરી

આ સાથે, ટોચની કોર્ટે ઓગસ્ટ 2019 માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને પણ બાજુ પર રાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે પંજાબ સરકારે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં 3 ટકા બેઠકો અનામત રાખવી જોઈએ. રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ માત્ર 1 ટકા બેઠકો અનામત રાખી હતી, પરંતુ હાઈકોર્ટે 2018ની સ્પોર્ટ્સ પોલિસીને ટાંકીને ચુકાદો આપ્યો હતો. તેમના નિર્ણયને પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પંજાબ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું હતું કે, “હાઈકોર્ટ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પંજાબ સરકારને 3 ટકા અનામત આપવાનું ખોટું છે.” તેની યથાવત રાખી શકાય નહી. ત્યારે, આ નિર્ણયને બાજુ પર રાખવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ પાસે કલમ 226 હેઠળ અસાધારણ બંધારણીય સત્તા છે, જેના હેઠળ તેણે આ નિર્ણય આપ્યો છે. પરંતુ કોર્ટે આમાં મોટી ભૂલ કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “રાજ્ય સરકાર દ્વારા નીતિગત નિર્ણય હેઠળ રમતવીરોને 1 ટકા ક્વોટા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાઇકોર્ટે કેટલા ટકા ક્વોટા હોવા જોઇએ તેવો આદેશ કરીને તેના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો – RRB-NTPC પરિણામ પર હંગામો: / ઉમેદવારોએ બીજા દિવસે ટ્રેન રોકી, પેસેન્જર ટ્રેનમાં આગ, રેલ્વેની ચેતવણી પ્રદર્શન કરનારાઓ જીવનભર પરીક્ષા આપી શકશે નહીં

આપને જણાવી દઈએ કે, 8 ઓગસ્ટ, 2019નાં રોજ પંજાબની સ્પોર્ટ્સ પોલિસીને ટાંકીને હાઈકોર્ટે પંજાબ સરકારને મેડિકલ કોલેજોમાં એડમિશન માટે સ્પોર્ટ્સ પર્સન માટે 3 ટકા આરક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશમાં, હાઈકોર્ટે આતંકવાદ અને શીખ રમખાણોથી પ્રભાવિત પરિવારોનાં બાળકોને 1% અનામતની વ્યવસ્થાનો પણ આદેશ આપ્યો હતો.