NIA raid/ PFI સામે NIAના દેશવ્યાપી દરોડા, બોમ્બ બ્લાસ્ટના આરોપીને ત્યાં પણ સર્ચ

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.

Top Stories India
YouTube Thumbnail 28 3 PFI સામે NIAના દેશવ્યાપી દરોડા, બોમ્બ બ્લાસ્ટના આરોપીને ત્યાં પણ સર્ચ

નવી દિલ્હીઃ પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.

PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ એક્ટિવિટી એક્ટ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, કેસ નંબર 31/2022 હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો છે. આ મામલો હિંસક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં PFI, તેના નેતાઓ અને કાર્યકર્તાઓની સંડોવણી સાથે સંબંધિત છે. કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓના હેતુથી પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં એકઠા થયા હતા.

ક્યા સ્થળે દરોડા પડી રહ્યા છે?

દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશન વિસ્તારના બલી મારન, રાજસ્થાનના ટોંક, તમિલનાડુના મદુરાઈ, ઉત્તર પ્રદેશના બારાબંકી, લખનૌ, બહરાઈચ, સીતાપુર અને હરદોઈ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીએ લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બીજી તરફ NIAએ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લગભગ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે અબ્દુલ વાહિદ શેખના વિક્રોલી સ્થિત ઘર ઉપરાંત મહારાષ્ટ્રના ભિવંડી, મુંબ્રા અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ સર્ચ કર્યું હતું.

એજન્સીએ વિક્રોલીમાં અબ્દુલ વાહિદ શેખ નામના વ્યક્તિના ઘરે પણ સર્ચ કર્યું હતું. 7/11 બ્લાસ્ટ કેસમાં વાહિદ શેખને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે NIAએ PFI માટે શંકાસ્પદ ઝુંબેશ અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે વિવિધ સ્થળોએથી લગભગ 7 થી 10 વ્યક્તિઓની અટકાયત કરી છે.

અગાઉ એનઆઈએએ રવિવારે (08 ઓક્ટોબર) ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી PFI શંકાસ્પદની અટકાયત કરી હતી. એજન્સીએ આ વ્યક્તિને કુવૈતની ફ્લાઈટમાં ચડવાનો હતો તે પહેલા જ પકડી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 PFI સામે NIAના દેશવ્યાપી દરોડા, બોમ્બ બ્લાસ્ટના આરોપીને ત્યાં પણ સર્ચ


 

આ પણ વાંચોઃ સુરત/ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું : 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સમાપ્તિ તરફ આગળ વધશે

આ પણ વાંચોઃ Shahid Latif Encounter/ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની PAKમાં હત્યા, પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ

આ પણ વાંચોઃ Income Tax Raid/ અમદાવાદમાં ટોચના બે કેમિકલ વેપારીઓને ત્યાં આઇટી ત્રાટક્યુ