સુરત/ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું : 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સમાપ્તિ તરફ આગળ વધશે

કોંગ્રેસનેતા મુકુલ વાસનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 91 ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું : 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સમાપ્તિ તરફ આગળ વધશે

@અમિત રૂપાપરા 

Surat News: આવનારી લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી બાબતે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી ચૂક્યું છે અને ચૂંટણીની તૈયારી ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજાઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમને પાંચ રાજ્યોની જાહેર થયેલી ચૂંટણી બાબતે સુરતમાં મોટું નિવેદન આપ્યું.

કોંગ્રેસનેતા મુકુલ વાસનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે અને આની સાથે જ કહેવું જોઈએ કે, ભાજપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અહીંયાથી હવે ભારતીય જનતા પાર્ટી સમાપ્તિ તરફ આગળ વધશે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થશે ત્યાં મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રાજ્યમાં ત્યાંની જનતાની બહુમતી હાંસલ કરવામાં સફળ નહીં થાય.

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક બેઠક યોજાઇ હતી અને તેમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અલગ અલગ લોકસભા વિસ્તારમાં જશે અને ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને લોકસભાએ ચૂંટણીની તૈયારી કરશે. તેને જ લઈને હું સુરત આવ્યો છું જોકે આ પહેલા સુરતની બેઠક યોજાઈ ચૂકી છે અને હવે વલસાડમાં કાર્યકર્તાઓ સાથે બેઠક થશે અને આગામી બે ત્રણ દિવસ દરમિયાન લોકસભા વિસ્તારોની બેઠક પૂર્ણ થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું : 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ સમાપ્તિ તરફ આગળ વધશે


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા