Not Set/ ઓલિમ્પિકમાં કોરોનાનાે સંકટ,ટોક્યોમાં એક જ દિવસમાં 3865 કોરોના કેસો નોધાયા

ટોક્યોમાં ગુરુવાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 3865 નવા કેસ નોંધાયા છે. આ કેસો ગત સપ્તાહની તુલનામાં બમણા છે

Top Stories
tokyo 1 ઓલિમ્પિકમાં કોરોનાનાે સંકટ,ટોક્યોમાં એક જ દિવસમાં 3865 કોરોના કેસો નોધાયા

જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક હાલ ચાલી રહ્યુ છે ત્યારે વિશ્વના હજારો ખેલાડીઓ અહીંયા મોજુદ છે , અને બીજી બાજુ આ શહેરમાં કોરોના કહેરએ તેની રફતાર પકડી છે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે .કોરોના રોગચાળાના વધતા જતા કેસોને કારણે ચિંતા  વધવા માંડી છે. ટોક્યોમાં ગુરુવાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 3865 નવા કેસ નોંધાયા છે. આ કેસો ગત સપ્તાહની તુલનામાં બમણા છે. એક દિવસ અગાઉ એટલે કે બુધવારે 3177 કેસ નોંધાયા હતા. નોંધપાત્ર વાત એ છે કે, 12 જુલાઈ, 2021 થી ટોક્યોમાં કટોકટીની સ્થિતિ અમલમાં છે.

ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિએ ગુરુવારે રમતો સાથે જોડાયેલા 24 વધુ કોવિડ-19 કેસ નોંધ્યા છે. આ સાથે, રમતગમતને લગતા કુલ કેસો વધીને 193 થઈ ગયા છે. સંક્રમિતમાં ત્રણ વિદેશી ખેલાડીઓ પણ શામેલ છે. આ 24 ચેપગ્રસ્ત લોકોમાં 15 કોન્ટ્રાક્ટર અને છ અધિકારીઓ શામેલ છે.

ઓલિમ્પિકની વાત કરીએ તો, તે સાતમો દિવસ છે અને હાલમાં યજમાન દેશ જાપાન 15 ગોલ્ડ સહિત કુલ 25 ચંદ્રકો સાથે મેડલ મેળવવામાં ટોચ પર છે. જ્યારે ચીન અને અમેરિકા અનુક્રમે 14 અને 13 ગોલ્ડ મેડલ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.ટોક્યો ઓલિમ્પિક્સ 2020 એક વર્ષ બાદ યોજાઈ રહી છે. ગયા વર્ષે જ તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે તે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું