કર્ણાટકના ઉત્તર કન્નડ અને દક્ષિણ કન્નડ જિલ્લામાં ભૂસ્ખલનથી બે બહેનો સહિત છ લોકોના મોત થયા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મૃતકોમાં બંને બહેનોના મૃતદેહ એકબીજાના હાથ પકડેલી હાલતમાં મળી આવ્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલ તાલુકાના મુતાલી ગામમાં તેમના ઘર પર પહાડનો એક ભાગ તૂટી પડતાં પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. બીજી ઘટના દક્ષિણ કન્નડ જિલ્લાના સુબ્રમણ્યમાં બની હતી. જ્યાં બે બહેનોના મૃતદેહ એકબીજાના હાથ પકડેલા મળી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પહાડનો એક ભાગ તેમના ઘર પર પડતાં બે બહેનોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, 11 વર્ષની શ્રુતિ અને છ વર્ષની જ્ઞાનશ્રીના મૃતદેહ લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત સોમવારે થયો હતો અને મૃતક છોકરીઓના પિતાનું નામ કુસુમધર છે. તેમણે કહ્યું કે, સોમવાર સાંજથી સુબ્રમણ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાંજે સાત વાગ્યાના સુમારે જોરદાર અવાજ સંભળાયો અને ઘરના વરંડામાં પુસ્તક વાંચતી શ્રુતિ અંદરથી અવાજ આવી રહી હોવાનું વિચારીને ઘરની અંદર દોડી ગઈ.
તેણે કહ્યું કે, જ્ઞાનશ્રી પણ ઘરની અંદર દોડી ગઈ અને તેના ઘર પર પહાડ પડી ગયો. ઘટના સમયે રસોડામાં કામ કરતી છોકરીઓની માતા દીકરીઓ બહાર હશે એમ વિચારીને બહાર આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રસ્તામાં ઝાડ અને પાણી પડી જવાને કારણે તાત્કાલિક રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, વરસાદના કારણે બચાવ કામગીરીને પણ અસર થઈ છે.
આ પણ વાંચો:ભારતમાં કોવિડ-19ના નવા કેસોમાં 24.7 ટકાનો ઉછાળો, 24 કલાકમાં 17,135 કેસ