તેલંગાણા/ CM KCRએ કેન્દ્ર સરકારને ફેંકી પડકાર… કહ્યું, અનાજ ખરીદો, નહીં તો સરકાર પાડી દેશું.

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે, હાથ જોડીને હું કેન્દ્ર સરકારને કહું છું કે, મહેરબાની કરીને અમારું અનાજ ખરીદો. અમે તમને 24 કલાક આપીએ છીએ.

Top Stories India
government

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે, હાથ જોડીને હું કેન્દ્ર સરકારને કહું છું કે, મહેરબાની કરીને અમારું અનાજ ખરીદો. અમે તમને 24 કલાક આપીએ છીએ. ત્યાર બાદ અમે અમારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આટલું જ નહીં, કેસીઆરએ એમ પણ કહ્યું કે, કોઈપણ સંજોગોમાં અમે ખેડૂતોને MSP આપીને જ રહીશું.

તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે. તેમણે

આ પડકાર કેન્દ્ર સરકારની ધાન ખરીદી નીતિને લઈને ફેંક્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચંદ્રશેખર રાવ સતત પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે અને હવે તેમણે સરકારને સીધી જ ચેતવણી આપી છે. મુખ્યમંત્રી રાવે કેન્દ્ર સરકારને કહ્યું કે વહેલી તકે નવી કૃષિ નીતિ લાવો, નહીં તો અમે તેમને સત્તા પરથી હટાવી દઈશું અને તેની સત્તા અમારી પાસે છે.

મહત્વપૂર્ણ છે કે, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ સહિત રાજ્યના અન્ય ઘણા નેતાઓએ અનાજની ખરીદી મુદ્દે કેન્દ્ર સરકાર સામે ધરણા પ્રદર્શન કર્યા છે. આ ધરણામાં KCRની સાથે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ હાજર હતા.